અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગે અમદાવાદ શહેરમાં સપાટો બોલાવી દીધો છે, શહેરમાં ચાંગોદર, મણિનગર, કુબેરનગરમાં 25 સ્થળોએ દરોડા કર્યાં હતા, જેમાં મળેલા દસ્તાવેજોને આધારે 5.67 કરોડ રૂપિયાની કરચોરી ઝડપી લેવામાં આવી છે.
સ્ટેટ જીએસટી વિભાગની 25 જગ્યાએ તપાસ થઇ હતી, જેમાં જુદી જુદી ટીમોને ડિઝિટલ દસ્તાવેજો અને ડોક્યુમેન્ટ મળી આવ્યાં હતા, અહીંથી બિન હિસાબી સ્ટોક પણ મળી આવ્યો હતો, જેને આધારે આ કરચોરી ઝડપી લેવામાં આવી છે.
નોંધનિય છે કે પાન-મસાલાના વેપારીઓ છેલ્લા ઘણા સમયથી ટેક્સ ચોરી કરી રહ્યાં છે, ઘણા કિસ્સાઓમાં બિલ વગરનો માલ પણ રોડ પર જઇ રહ્યો છે અને જીએસટી વિભાગે આવા વેપારીઓને લાખો રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/