અમદાવાદમાં નબીરાઓનો આતંક, મર્સિડીઝ- ઓડીની રેસે સર્જ્યો અકસ્માત, 2 કારને મારી ટક્કર- Gujarat Post

08:48 PM Nov 13, 2023 | gujaratpost

અકસ્માત બાદ મર્સિડીઝની નંબર પ્લેટ કાઢી નાંખી

અકસ્માત સર્જનાર ખાનગી કંપનીનો એમડી

દારૂના નશામાં રેસ લગાવીને અકસ્માત સર્જ્યો હોવાની માહિતી

અમદાવાદઃ શહેરમાં તથ્ય પટેલની ઘટના બાદ સમયાતંરે ઓવર સ્પીડમાં વાહન ચલાવવાથી થતા અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદમાં વહેલી સવારે સિંધુ ભવન રોડ પર અકસ્માતની ઘટના બની છે. મર્સિડીઝ અને ઓડી ચાલકે રેસ લગાવી હતી. જેમાં એક સાથે બે ગાડીઓને ટક્કર વાગી હતી

અકસ્માત સર્જનાર મર્સિડીઝ કાર રિશીત પટેલ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. રિશીત પટેલ દારૂ પીને ગાડી ચલાવતો હોવાનો જે પરિવાર સાથે અકસ્માત થયો છે તેઓનો આક્ષેપ છે. રિશીત પટેલના મિત્રોએ દારૂની બોટલ અને ગ્લાસ સગેવગે કર્યાના અહેવાલ છે. કાર ચાલક રિશીત પટેલ RM બાયોવિસ્ટા કંપનીનો MD છે. અકસ્માત બાદ રિશીતના માણસોએ મારપીટ કર્યાંનો આરોપ છે. એટલું જ નહીં અકસ્માત બાદ રિશીતના મિત્રોએ નંબર પ્લેટ કાઢી લીધી હતી. રિશીત 150ની સ્પીડે કાર ચલાવતો હોવાનો આરોપ છે.  

હાલમાં પોલીસે આ કેસની વધુ તપાસ શરૂ કરી છે, કેટલાક સીસીટીવીને આધારે આ અકસ્માતની કડી મેળવવામાં આવી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post