+

ધડથી માથું કાપી નાખ્યું હતુ....અમદાવાદમાં અડધી સળગી ગયેલી હાલતમાં મળી આવી એક લાશ

અમદાવાદમાં વધી રહ્યાં છે ગુના હવે વધુ એક લાશ મળતા પોલીસ થઇ દોડતી અમદાવાદઃ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ઉપર જઇ રહ્યો છે, હત્યા, ચોરી, લૂંટની ઘટનાઓ વધી રહી છે. હવે શહેરના મકરબા- કોર્પોરેટ રોડ નજીકથી એ

અમદાવાદમાં વધી રહ્યાં છે ગુના

હવે વધુ એક લાશ મળતા પોલીસ થઇ દોડતી

અમદાવાદઃ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ ઉપર જઇ રહ્યો છે, હત્યા, ચોરી, લૂંટની ઘટનાઓ વધી રહી છે. હવે શહેરના મકરબા- કોર્પોરેટ રોડ નજીકથી એક લાશ મળી આવી છે, જેનું માથું ધડથી અલગ કરી દેવામાં આવ્યું છે અને તે લાશને અડધી સળગાવી દેવામાં આવી છે, આરોપીએ આ લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હશે.

આનંદનગર પોલીસે ઘટના સ્થળે જઇને તપાસ શરૂ કરી છે, આ લાશ કોઇ પુરુષની છે અને તે 10 દિવસ કરતા વધુ સમયથી અહીં પડી હોવાનું પોલીસનું માનવું છે. લાશ કહોવાઇ ગયેલી હાલતમાં દુર્ગંધ મારતી હતી.

અહીં હંસ રેસિડેન્સી નજીક આવેલા ખુલ્લા પ્લોટમાં આ લાશ કેટલાક સ્થાનિક લોકોએ જોયા પછી તેમને પોલીસને ફોન કર્યો હતો. ત્યાર બાદ પોલીસ એફએસએલની ટીમ સાથે અહીં પહોંચી હતી અને સ્થાનિક લોકોની પૂછપરછ કરી હતી, પોલીસે આસપાસ નજીકના સીસીટીવીને તપાસવાનું શરૂ કર્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter