અમદાવાદઃ શહેરના ખોખરા વિસ્તારમાં પુષ્કાર હાઇરાઇઝ બિલ્ડીંગમાં ભયંકર આગ લાગી હતી, જેમાં 20 જેટલા લોકોને રેસક્યું કરીને બચાવી લેવાયા છે, સી બ્લોકના પાંચમાં માળે આગ લાગી હતી. લોકોને બાલ્કનીમાંથી બહાર કાઢવાં આવ્યાં છે.
આગની જાણ થતા જ ફાયર ફાઇટરની અનેક ગાડીઓ અહીં પહોંચી ગઇ છે અને લોકોને બચાવવા આવી રહ્યાં છે. આગને કારણે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. લોકોમાં દોડધામ મચી ગઇ હતી અને ડરનો માહોલો ફેલાઇ ગયો હતો.
પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે, હાલમાં આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો થઇ રહ્યાં છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/