અમદાવાદઃ DGGI એ ક્રાઇમ બ્રાન્ચમાં કરોડો રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડને લઇને ફરિયાદ કરી હતી, જેમાં અમદાવાદ, ભાવનગર, સુરત, ખેડા સહિતની જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યાં હતા, અંદાજે 14 જગ્યાઓ પર થયેલા દરોડામાં 200 જેટલી બોગસ કંપનીઓના દસ્તાવેજો મળી આવ્યાં છે અને અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી આ ઓપરેશન પર કામ ચાલી રહ્યું હતું અને પછી એક સાથે 14 પેઢીઓ પર દરોડાની કામગીરી કરાઇ હતી, આરોપીઓએ કોઇ પણ જાતનો બિઝનેસ કર્યાં વગર માત્ર કાગળ પર ધંધો બતાવ્યો હતો અને કરોડો રૂપિયાની આઇટીસી લઇ લીધી હતી.
આરોપીઓની ધરપકડ, આ રહ્યાં નામો
- ધૃવી એન્ટરપ્રાઈઝ, અમદાવાદ
- અર્હમ સ્ટીલ, નિમેષ મહેન્દ્રકુમાર વોરા, હેતલ વોરા
- ઓમ કંસ્ટ્રક્શન, સરવૈયા રાજેન્દ્રસિંહ, વનરાજસિંહ, બ્રિજરાજસિંહ અને હિત્વરાજસિંહ
- કનકેશ્વરી એન્ટરપ્રાઈઝ, કાળુભાઇ વાઘ, વિજય વાઘ, પ્રફુલભાઈ વાજા, મનન વાજા, જયેશ વાજા
- રાજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રત્નદીપસિંહ ડોડીયા, જયેશ સુતરીયા, અરવિંદ સુતરીયા
- હરેશ કંસ્ટ્રક્શ, નિલેશ ગોંડલીયા, નસીત ગોંડલીયા, જ્યોતિષ ગોંડલીયા, પ્રભાબેન ગોંડલીયા
- ડી.એ. એન્ટરપ્રાઈઝ, મનોજ લાંગા, રામભાઈ, વિનુભાઈ, નટુ પટેલ
- ઇથિરાજ કંસ્ટ્રક્શન, નિલેશ ગોંડલીયા, નસીત ગોંડલીયા, જ્યોતિષ ગોંડલીયા, પ્રભાબેન ગોંડલીયા
- બી.જે.ઓડેદરા, ભગીરથ ઓડેદરા, કેશુભાઇ ઓડેદરા, ભોજાભાઈ ઓડેદરા, અભાભાઈ ઓડેદરા
- આર.એમ.દાસા, નાથાભાઇ મેરુભાઇ દાસા, રણમલભાઇ મેરુભાઇ દાસા
- આર્યન એસોસીએટ્સ, અજય ભગવનાભાઇ બારડ, વિજયકુમાર કાળાભાઇ, બારડ રમેશ કાળાભાઈ બારડ
- પૃથ્વી બિલ્ડર્સના, પરેશ પ્રદિપભાઇ દોઢીયા, પરેશ પ્રદિપભાઇ દોઢીયા
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526