અમદાવાદ: બોપલ વિસ્તારમાં ફાયરિંગમાં એક વ્યકિતનું મોત નિપજ્યું હતું. કબીર એન્કલેવમાં રહેતા 41 વર્ષીય કલ્પેશ ટુંડિયા નામના યુવકને માથામાં ગોળી વાગતા તેમનું મોત નિપજ્યું હતું. કલ્પેશના ખિસ્સામાંથી સ્યૂસાઇડ નોટ મળતા બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેને લઈ સસ્પેન્સ ઉભું થયું છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
બે રાઉન્ડ ફાયરિંગ થતા કબીર એન્કલેવમાં રહેતા કલ્પેશ ટુંડિયા નામના યુવકના માથાના ભાગે ગોળી વાગતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી. મૃતકના ખિસ્સામાંથી સ્યૂસાઇડ નોટ મળી આવતા પોલીસે બીજા એન્ગલથી તપાસ શરૂ કરી હતી. બનાવની પ્રાથમિક તપાસમાં પૈસાની લેતીદેતી કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો છેે. પ્રાથમિક માહિતી અનુસાર, બે અજાણ્યા શખ્સો આવ્યાં હતા અને ગોળીબાર કરીને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ તેના ખિસ્સામાંથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી, પોલીસે હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આ આપઘાત છે કે હત્યા તેનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++