ગાંધી અને સરદારના નામે ફરી સક્રિય થવા કોંગ્રેસના પ્રયાસો
અમદાવાદમાં કોંગ્રેસ નેતાઓનો જમાવડો
અમદાવાદઃ આજથી બે દિવસ શહેરમાં કોંગ્રેસનું અધિવેશન યોજાઇ રહ્યું છે, જેમાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ અમદાવાદ પહોંચ્યાં છે, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી, વિપક્ષના નેતા રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ, અમદાવાદમાં શાહીબાગના સરદાર સ્મારક, ગાંધી આશ્રમમાં અનેક કોંગ્રેસના નેતાઓ પહોંચ્યાં છે. ગઇકાલે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, દિગ્વિજયસિંહ જેવા નેતાઓ આવી પહોંચ્યાં હતા.
કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, પ્રદેશ પ્રમુખો, કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો સહિત દેશમાંથી બે હજારથી વધુ ડેલિગેટ હાજરી આપશે.
હાલમાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી થઇ રહી છે. સાથે 1924માં રાષ્ટ્રીય અધિવેશનમાં મહાત્મા ગાંધી કોંગ્રેસ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને આ વર્ષે તેનું શતાબ્દી વર્ષ છે. જેથી આ કાર્યક્રમને મહાત્મા ગાંધી અને સરદાર પટેલના રાજકીય વારસાને પાછો મેળવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. અને કોંગ્રેસે રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતનો રસ્તો પસંદ કર્યો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++