2027 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવાનું કોંગ્રેસનું લક્ષ્ય
પાર્ટીને મજબૂત બનાવવા અનેક ફેરફારો કરાશે
અમદાવાદઃ સરદાર પટેલ સ્મારકમાં CWCની બેઠકમાં કોંગ્રેસના 158 સભ્યો હાજર રહ્યાં હતા. PCCના તમામ પ્રમુખ અને સભ્યો હાજર રહ્યાં હતા. બેઠકમાં દેશની વર્તમાન સ્થિતી અને કોંગ્રેસના ભવ્ય ભૂતકાળ પર ચર્ચાઓ થઇ હતી.
આ બેઠક પછી કોંગ્રેસ નેતા જયરામ રમેશ જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલના સંબંધો અંગે બોલ્યાં હતા. તેમને કહ્યું કે આપણા બે મહાન નેતાઓ વચ્ચે મતભેદની વાતો ખોટી છે. બંને નેતાઓએ ગાંધીજીના નૈતૃત્વમાં દેશની આઝાદી માટે મોટો ફાળો આપ્યો હતો. સાથે જ કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર પ્રહાર કર્યાં હતા.
આ મહત્વની બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, જયરામ રમેશ, દિગ્વિજયસિંહ સહિતના અનેક કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યાં હતા, આ બેઠક બાદ નેતાઓ ગાંધી આશ્રમ પહોંચ્યાં હતા, તેમને આશ્રમમાં બાપુની અનેક વસ્તુઓ નીહાળી હતી. આવતીકાલે પણ અધિવેશનના બીજા દિવસમાં અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ થશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
The Extended Congress Working Committee (CWC) meeting is underway in Ahmedabad, led by Congress President Shri @kharge.
CPP Chairperson Smt. Sonia Gandhi ji, Leader of Opposition Shri @RahulGandhi, and other senior Congress leaders are in attendance.