અંબિકા ફટાકડા પર ઈન્કમટેક્સના દરોડામાં 5 કરોડ રોકડા અને જ્વેલરી મળી- Gujarat Post

11:20 AM Nov 19, 2023 | gujaratpost

પ્રતિકાત્મક ફોટો

અમદાવાદઃ અંબિકા ફટાકડા પર ઈન્કમટેક્સના દરોડામાં 5 કરોડ રૂપિયા રોકડા અને કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો પકડાયા છે. 50 અધિકારીઓની ટીમોએ 15 જગ્યાઓ પર દરોડા કર્યાં હતા, જેમાં દુકાનો અને માલિકોના રહેઠાંણ ઠેકાણાંઓ પર ભાઈબીજના દિવસથી દરોડા શરૂ કર્યાં હતા. રાજપથ, શિવંરજની, રાયપુર ખાતેની દુકાનો અને હાથીજણમાં આવેલા ગોડાઉન પર તપાસ કરવામાં આવી છે.

ઈન્કમટેક્સ વિભાગના 50 અધિકારીઓની 15 ટીમોએ જુદી જુદી જગ્યાએ સર્ચ કર્યું હતુ, અત્યાર સુધી રૂ.5 કરોડની રોકડ તેમજ બિનહિસાબી વ્યવહારો પકડાયા છે. ઉપરાંત સ્ટોક અને ચોપડાના હિસાબો પણ ચકાસવામાં આવી રહ્યાં છે

અંબિકા ફાયર ક્રેકરને ત્યાં ઈન્કમટેક્સની ટીમો ત્રાટકી હતી. રાજપથ ક્લબ નજીકની દુકાન, શિવરંજની પાસેની તેમજ રાયપુર ખાતેની દુકાન અને હાથીજણ ખાતેના ગોડાઉન તેમજ માલિકોના બંગલા પર દરોડા પાડવામાં આવ્યાં હતા. દરોડામાં કોમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ, હિસાબી ચોપડા અને મોટા પ્રમાણમાં ખરીદ વેચાણના બિલો જપ્ત કરાયા છે. અંબિકા ફાયર ક્રેકરના માલિક આશિષ ખજાનચીની પણ પૂછપરછ કરાઈ છે. આશિષ ખજાનચી પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવાથી બિનહિસાબી વ્યવહારો પકડવા મુશ્કેલ બની ગયા છે.

સામાન્ય રીતે ફટાકડાની રોકડેથી ખરીદી કરવામાં આવતી હોય છે. જ્યારે ફટાકડાની ઊંચી કિંમત બતાવીને તેને ચોપડે ઓછી કિંમત બતાવવામાં આવતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. અધિકારીઓને દરોડા દરમિયાન રૂ. 5 કરોડ રોકડા મળી આવ્યાં છે. અંબિકા ફાયર ક્રેકર્સ ઉપરાંત અંબિકા આશિષ ટ્રેડલિંક એલએલપી નામની કંપનીઓના વ્યવહારોની તપાસ ઈન્કમટેક્સના અધિકારીઓ કરી રહ્યાં છે. અંબિકા ફાયરક્રેકર્સ રાજ્યભરમાં ફટાકડાનો સપ્લાય કરે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post