સગીરા ચોકડીમાં પડદો પાડીને સ્નાન કરતી હતી, નરાધમ પડોશીએ ફોટો પાડ્યાં અને વીડિયો ઉતાર્યો પછી...

11:33 AM Jun 13, 2024 | gujaratpost

(demo pic)

અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારો (Ahmedabad news) કિસ્સો સામે આવ્યો છે. રાયપુર વિસ્તારમાં રહેતી એક સગીરા ખુલ્લી ચોકડીમાં પડદો પાડીને સ્નાન (bath) કરતી હતી. ત્યારે પડોશમાં (neighbour) ભાડાના મકાનમાં રહેતા વિકૃત માનસિકતા ધરાવતા યુવકે તેના ફોટા (click photos) પાડી લીધા હતા. વીડિયો (shoot video) પણ ઉતાર્યો હતો. માતાએ બુમાબુમ કરતાં પિતાએ તેની પાસે જઇને મોબાઇલ ચેક (mobile checking) કરતાં તેમાંથી વીડિયો મળી આવ્યો હતો પણ તે ચાલુ થયો ન હતો. બીજી તરફ યુવકે તેને માર માર્યો હોવાનો આક્ષેપ કરતાં ખાડિયા પોલીસે (Khadia police) બંન્ને પક્ષે સામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાયપુર વિસ્તારમાં 46 વર્ષની મહિલાએ ખાડિયા પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની 14 વર્ષની પુત્રી તેમના ઘરે ખુલ્લી ચોકડીમાં પડદો રાખીને સ્નાન કરતી હતી. આ સમયે પડોશમાં ભાડાના મકાનમાં રહેતો યુવક તેના ઘરની અગાસીમાંથી ફોટા પાડીને વીડિયો ઉતારી રહ્યો હતો. ફરિયાદી મહિલાની નજર જતાં તેણે ગુસ્સામાં આવીને આવું કેમ કરે છે કહીને પતિને વાત કરી હતી.

જેથી પતિ અને પરિવારના સભ્યો તેના ઘરે જઇને ઠપકો આપવા ગયા હતા. તો યુવકે પોતે મોબાઇલ ઉપર વાતો કરતો હોવાની વાત કરી હતી અને પોતે કોઇ વીડિયો ઉતાર્યો નથી તેમ કહ્યું હતું. ફરિયાદી મહિલાના પતિએ તેનો મોબાઇલ ચેક કરતાં ઘરની ચોકડીના ફોટા અને વીડિયો રિસાઇકલબીનમાંથી મળી આવ્યાં હતા. જો કે વીડિયો ચાલુ થતો ન હતો. બીજી તરફ યુવકે પણ પોતાને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. ખાડિયા પાલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526