મુખ્તાર અંસારીના મોત બાદ પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ

08:35 PM Mar 30, 2024 | gujaratpost

ઉત્તર પ્રદેશઃ ગુરૂવારે બાંદામાં ગેંગસ્ટર મુખ્તાર અન્સારીનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ બાંદા જેલમાં મુખ્તારને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને બાંદા મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યાં હતા. આજે પરિવારની હાજરીમાં મુખ્તારના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો આરોપ લગાવતા ન્યાયિક તપાસની માંગ કરી છે.

મુખ્તાર અંસારીને અત્યંત ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતા. હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્તાર અંસારીને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતા. જ્યાં તેમને 9 તબીબોની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન મુખ્તાર અન્સારીનું મોત થયું હતું.

ઉત્તર પ્રદેશમાં કલમ 144 લાગુ કરવામાં આવી

Trending :

ઉત્તર પ્રદેશમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ સાથે બાંદા, મૌ, ગાઝીપુર સહિત અનેક જિલ્લાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. પોલીસે પ્રયાગરાજ, ફિરોઝાબાદ સહિત અનેક શહેરોમાં ફ્લેગ માર્ચ પણ કરી હતી. મુખ્તાર અંસારીના મોત બાદ બાંદા મેડિકલ કોલેજ કેમ્પસની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

ગુનાની દુનિયામાંથી રાજકારણમાં પગ મૂક્યો હતો

મુખ્તાર અંસારીએ ગુનાની દુનિયામાંથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 1996 માં તેઓ બહુજન સમાજ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડ્યાં અને જીત્યા હતા. મુખ્તાર અંસારી પાંચ વખત મૌથી ધારાસભ્ય રહી ચૂક્યાં છે. જેલમાં રહીને તેઓ ઘણી ચૂંટણી લડ્યાં અને જીત્યા. મુખ્તાર સામે હત્યા, લૂંટ અને અપહરણ જેવા 60થી વધુ ગંભીર કેસ નોંધાયેલા છે. અત્યાર સુધીમાં તેમની 500 કરોડથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

મુખ્તારનો પરિવાર તેમના પુત્ર માટે પેરોલની માંગણી કરશે 

અબ્બાસ અંસારીને પેરોલ પર મુક્ત કરવા માટે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણીની માંગ કરી શકે છે. બે દિવસ પહેલા પણ મુખ્તાર અંસારી બીમાર પડ્યાં બાદ પરિવારે વકીલો સાથે વાત કરી હતી. થોડા દિવસો પહેલા મુખ્તારે કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને જેલમાં જ સ્લો પોઈઝન પીવડાવવાની વાત કરી હતી. મુખ્તારના ભાઈ અફઝલ અંસારીએ પણ મુખ્તાર પર પોતાના ભોજનમાં ઝેર આપવાનો આરોપ લગાવ્યો છે અને પુત્ર ઉમર અંસારીએ કહ્યું કે કાકા અફઝલનું નામ તેને મળવા આવનારાઓની યાદીમાં હોવા છતાં તેને તેના પિતાને મળવા દેવામાં આવ્યો ન હતો.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post