ગુજરાતમાં નકલીની બોલબાલા, હવે નકલી IPS અધિકારી, FCI ચેરમેનની ખોટી ઓળખાણ આપનારો ઠગ ઝડપાયા- Gujarat Post

11:57 AM Nov 06, 2023 | gujaratpost

અમદાવાદઃ ગુજરાતમાં નકલી અધિકારીઓ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યાં છે. નકલી પીએમઓ ઓફિસર કિરણ પટેલ, નકલી સીએમઓ અધિકારી બાદ હવે નકલી પીએસઆઈ તથા એફસીઆઇના ચેરમેનની ઓળખાણ આપીને રૌફ જમાવતો ઠગ ઝડપાયો છે.

સુરતના ઉધનામાં ખાખી વર્દીમાં સજ્જ એક યુવાન વાહન ચેકિંગ કરવાની સાથે દંડાત્મક કાર્યવાહી કરી રહ્યો હતો. જેથી અસલી પોલીસે નજીક જઈ જોતા ખાખી વર્દી પર થી સ્ટાર અને આઈપીએસનો લોગો હતો.પરંતુ પોલીસ અધિકારીઓ તેને ઓળખતા ન હતા. જેથી તેની સામે શંકા જતા આઈકાર્ડ માંગ્યું હતું પરંતુ તેણે આધાર કાર્ડ આપ્યું હતું. જેથી તેની પોલ ખુલી જતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે છ મહિના અગાઉ ખાખી વર્દી ખરીદી હતી અને આઈપીએસનો લોગો તથા થ્રી સ્ટાર ઓનલાઇન મંગાવ્યાં હોવાની કબૂલાત કરી હતી.

આરોપી પાસેથી બેગ મળી આવી હતી. જેની તલાશી લેતા પ્લાસ્ટિકની વોકી ટોકી અને રમકડાની પિસ્ટલ મળી આવી હતી. તેણે ઉધનામાં સંચાખાતામાં નોકરી કરતો હોવાની સાથે બિહારનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું.જે બાદ પોલીસે તેણે અત્યાર સુધીમાં ખાખીની આડમાં કેટલી રોકડી કરી તેની તપાસ શરૂ કરી છે.

આ સિવાય ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન તરીકે વીઝીટીંગ કાર્ડ છપાવીને સરકારી કચેરીઓમાં ફરતા ઠગને ગાંધીનગર પોલીસે ઝડપી લીધો છે.પોલીસ ભવનમાં અધિકારીઓને દશેરાના કાર્યક્રમનું આમંત્રણ આપવા પહોંચ્યો હતો અને શંકાને આધારે તપાસ કરવામાં આવતા સમગ્ર બાબતનો ભાંડો ફૂટયો હતો. હાલ તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post