+

અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની વયે મુંબઈમાં લીધા અંતિમ શ્વાસ, ક્રાંતિ-ઉપકાર જેવી દેશભક્તિની ફિલ્મો માટે હતા પ્રખ્યાત

મુંબઇઃ બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. 87 વર્ષની વયે તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, તેમના ફિલ્મી કરિયરમાં

મુંબઇઃ બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. 87 વર્ષની વયે તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા, તેમના ફિલ્મી કરિયરમાં ઘણી દેશભક્તિની ફિલ્મો કરી હતી, તેથી ચાહકો પણ તેમને પ્રેમથી ભારત કુમાર કહે છે. તેઓ ક્રાંતિ, ઉપકાર જેવી દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત હતા.

તેમના અંતિમ સંસ્કાર વિલે પાર્લે, મુંબઈ ખાતે શનિવારે (5 એપ્રિલ) બપોરે 12 વાગ્યે કરવામાં આવશે. મનોજ કુમારના પરિવારના કેટલાક સભ્યો વિદેશમાં રહે છે તેથી પરિવારે શનિવારે અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો છે. મનોજ કુમારની પત્નીની તબિયત પણ સારી નથી એવી માહિતી મળી છે.

મનોજ કુમારના નિધનના સમાચારે ચાહકોને દુઃખી કરી દીધા છે. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ પોતાના મનપસંદ કલાકારને અશ્રુભીની આંખો સાથે વિદાય આપી રહ્યાં છે. સેલેબ્સે પણ પીઢ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મનોજ કુમારે સહારા, ચાંદ, હનીમૂન, પૂર્વ ઔર પશ્ચિમ, નસીબ, મેરી આવાઝ સુનો, નીલ કમલ, ઉપકાર, પથ્થર કે સનમ, પિયા મિલન કી આસ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને રાષ્ટ્રીય પુરસ્કાર, પદ્મશ્રી અને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

મનોજ કુમારનો જન્મ 24 જુલાઈ 1937ના રોજ પાકિસ્તાનમાં એબોટાબાદમાં થયો હતો. તેમનું સાચું નામ હરિકૃષ્ણ ગીરી ગોસ્વામી હતું. દેશના ભાગલા વખતે તેમનો પરિવાર દિલ્હી આવ્યો હતો. તે નાનપણથી જ સિનેમા પ્રત્યે દિવાના હતા. તેમને ફિલ્મો જોવી ગમતી. તેમણે તેમનું નામ દિલીપ કુમારની ફિલ્મ શબનમમાં તેમના પાત્ર મનોજ કુમારના નામ પરથી લીધું હતું.

અભિનેતાએ 1957માં ફિલ્મ ફેશનથી અભિનયની શરૂઆત કરી હતી. 1965 તેમની કારકિર્દી માટે એક મોટું ગેમચેન્જર હતું. આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ શહીદે તેમની કારકિર્દીને માઈલેજ આપ્યું હતું. આ પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. ભૂમિકા ગમે તે હોય, તે તેમાં સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે. મનોજ કુમારની માત્ર ફિલ્મો જ હિટ થઈ નથી, પરંતુ તેમના ગીતો પણ લોકોમાં લોકપ્રિય થયા છે. તેમની ઉપકાર ફિલ્મનું ગીત મેરે દેશ કી ધરતી લોકોને આજે પણ યાદ છે. મનોજ કુમારને ફિલ્મ ઉપકાર માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો.

PM નરેન્દ્ર મોદીએ મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું- મહાન અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેઓ ભારતીય સિનેમાના આઇકોન હતા. જે ખાસ કરીને તેમના દેશભક્તિના ઉત્સાહ માટે યાદ કરવામાં આવશે. તેમની ફિલ્મોમાં દેશભક્તિ જોવા મળતી હતી. તેમના કાર્યોથી રાષ્ટ્રીય ગૌરવની લાગણી વધી છે. તે આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદના તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ.

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter