+

પાકિસ્તાનનો જનરલ આસિમ મુનીર ફફડી ઉઠ્યો, હિન્દુસ્તાનના ડરથી પરિવારને વિદેશ મોકલી દીધો હોવાના અહેવાલ- Gujarat Post

નવી દિલ્હીઃ પહેલગાવ હુમલામાં આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોની હત્યા કરી નાખી છે, જેને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવની સ્થિતી છે. ભારત ગમે તે ઘડીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી શકે છે, આ બધાની વચ્ચે અ

નવી દિલ્હીઃ પહેલગાવ હુમલામાં આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોની હત્યા કરી નાખી છે, જેને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવની સ્થિતી છે. ભારત ગમે તે ઘડીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી શકે છે, આ બધાની વચ્ચે અહેવાલ આવ્યાં છે કે પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરે તેમના પરિવારને વિદેશ મોકલી દીધો છે. માત્ર જનરલ આસિમ મુનીર જ નહીં, પરંતુ અન્ય કેટલાક પાકિસ્તાની સૈન્ય અધિકારીઓના પરિવારો પણ યુરોપીય દેશો તરફ રવાના થયા છે. ભારતના હુમલાના ડરને કારણે આ લોકો ભાગી રહ્યાં છે.

22 જાન્યુઆરીએ પહેલગામની બૈસરન ખીણમાં થયેલા હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે લીધી હતી, જે લશ્કર-એ-તોયબા સાથે સંકળાયેલું આતંકવાદી સંગઠન છે.આ હુમલામાં પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓની સીધી ભૂમિકા હતી. કેટલાક નિષ્ણાતોએ પાકિસ્તાનની સેના પર પરોક્ષ સમર્થન આપવાનો આરોપ પણ લગાવ્યો હતો.

હુમલાના થોડા દિવસ પહેલાં જનરલ આસિમ મુનીરના એક ભાષણની ક્લિપ્સ સામે આવી છે, જેમાં તેણે કાશ્મીરને લઇને ભારતને સીધી ધમકી આપી હતી. કાશ્મીરને 'જગુલર વેન' ગણાવ્યું હતું, અને ભારત પર હુમલો પણ તેને જ કરાવ્યો હોવાની વાત પાકિસ્તાની પત્રકારે કરી હતી. મુદ્દાઓ ભટાવીને પોતાની ખુરશી ટકાવવા જનરલે આ હુમલો કરાવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter