+

પહેલગાવ કરતા ખતરનાક હુમલાનું ષડયંત્ર નિષ્ફળ, પંજાબ બોર્ડર પાસેથી RDX, હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલ સહિતનો જથ્થો જપ્ત

ખતરનાક હુમલાનું ષડયંત્ર નિષ્ફળ કરી દેવામાં આવ્યું ખેતરમાં છુપાવ્યો હતો આરડીએક્સનો મોટો જથ્થો પંજાબઃ પહેલગાવમાં આતંકીઓએ હુમલો કરીને 26 નિર્દોષ લોકોની હત્યા કર્યાને ત્રણ દિવસ થયા છે ત્યાં વધુ એક મ

ખતરનાક હુમલાનું ષડયંત્ર નિષ્ફળ કરી દેવામાં આવ્યું

ખેતરમાં છુપાવ્યો હતો આરડીએક્સનો મોટો જથ્થો

પંજાબઃ પહેલગાવમાં આતંકીઓએ હુમલો કરીને 26 નિર્દોષ લોકોની હત્યા કર્યાને ત્રણ દિવસ થયા છે ત્યાં વધુ એક મોટા હુમલાનું ષડયંત્ર નિષ્ફળ બનાવી દેવામાં આવ્યું છે. પંજાબમાંથી મોટી માત્રામાં હથિયારો જપ્ત કરવામાં આવ્યાં છે. પંજાબ બોર્ડર પાસેથી RDX, હેન્ડ ગ્રેનેડ, પિસ્તોલ, રિમોટ સહિતના હથિયારો જપ્ત કરવામાં આવ્યાં છે.

બીએસએફએ અમૃતસરના અજનાલા પોલીસ સ્ટેશન હેઠળના ગામ ચક્ક બાલાના ખેતરમાંથી 4.50 કિલો RDX, પાંચ હેન્ડ ગ્રેનેડ, ચાર પિસ્તોલ, 8 મેગેઝીન, 220 કારતૂસ, 2 બેટરી અને 2 રિમોટ જપ્ત કર્યા છે.

એક ખેડૂતેને ખેતરમાં બે પેકેટ દેખાયા હતા, બાદમાં તેને બીએસએફને તેની જાણ કરી હતી. તેની તપાસ કરતા આ હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ ગામ પાકિસ્તાન સરહદથી 2 કિ.મી. દૂર આવેલું છે. આ જથ્થો પાકિસ્તાનથી અહીં લાવવામાં આવ્યો હોવાનો અંદાજ છે તેની પાછળ કયું આતંકવાદી સંગઠન છે તેની તપાસ થઇ રહી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

Trending :
facebook twitter