- કન્ટેનરોમાં થયો વિસ્ફોટ
- ધડાકાનો અવાજ 50 કિલોમીટર દૂર સુધી સંભળાયો
- ઘટના સ્થળેથી લોકોના બહાર કાઢવા તેમજ આગ પર કાબુ મેળવવા માટે તમામ પ્રયાસો શરૂ
ઈરાનઃ ઈરાનના બંદર અબ્બાસ શહેરના પોર્ટ પર આજે ભયાનક વિસ્ફોટ અને આગ લાગવાની ઘટના બની છે. આ ધડાકામાં ચાર લોકોના મોત અને 561 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. અધિકારીઓએ વિસ્ફોટ ભયાનક હોવાનું કહ્યું છે. ઈરાની મીડિયા રિપોર્ટ મુજબ વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની સંખ્યા 561 પર પહોંચી ગઈ છે, જ્યારે ચાર લોકોના મોત થયા છે. ઘાયલોમાંથી અનેક લોકોને હોર્મોજગાન પ્રાંતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનામાં મૃત્યુઆંક વધવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે.
અધિકારીએ કહ્યું કે, રાજઈ પોર્ટ સ્થિત કન્ટેનરોમાં વિસ્ફોટ થયો છે. ઘટનાસ્થળે ચોતરફ અફરાતફરી મચી છે. અહીં એમ્બ્યુલન્સોની ટીમો દોડાવાઈ છે. આ ઉપરાંત રાહત અને બચાવ દળે પણ ઘટના સ્થળે પહોંચી બચાવની તામકાગીરી પૂરજોશમાં શરૂ કરી દીધી છે. જ્યારે પોલીસની ટીમ સહિત અન્ય ટીમો દ્વારા આસપાસની જગ્યાઓ ખાલી કરાવી રહ્યા છે.
પોર્ટ પર જ્વલશીલ પદાર્થનો જથ્થો હતો, જેમાં આગ લાગવાને કારણે આ ભયાનક વિસ્ફોટ થયો છે. હાલ પોર્ટ પર અન્ય જ્વલશીપ પદાર્થો ભરેલા કન્ટેનર હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આગ વિકરાળ હોવાથી બચાવકાર્યમાં મુશ્કેલી પણ સર્જાઈ રહી છે. બીજીતરફ અન્ય કન્ટેનરોમાં પણ ક્રુડ ઓઈલ અને પેટ્રોલિયમ જેવા જ્વલનશીલ પદાર્થો હોવાથી મોટા ખતરાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Iran announces the first fatalities from the massive port explosion, saying at least 4 people have been killed, reports AP
— Press Trust of India (@PTI_News) April 26, 2025