અભિનેતા ગોવિંદાની તબિયત અચાનક લથડી, ઘરમાં બેભાન થઈ જતા હોસ્પિટલમાં દાખલ કરાયા

09:59 AM Nov 12, 2025 | gujaratpost

મુંબઇઃ અભિનેતા ગોવિંદાની તબિયત અચાનક બગડી ગઈ છે. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. તેમની સારવાર ચાલી રહી છે. મંગળવારે રાત્રે ગોવિંદા પોતાના ઘરે બેભાન થઈ ગયા હતા. ત્યાર બાદ ડૉક્ટરનો સંપર્ક કરીને તેમની સલાહ પર ગોવિંદાને કેટલીક દવા આપવામાં આવી હતી. પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

ગોવિંદાના મિત્ર અને કાનૂની સલાહકાર લલિત બિંદલે જણાવ્યું કે, ડોક્ટરની સલાહ લીધા પછી તેમને દવા આપવામાં આવી અને રાત્રે 1 વાગ્યે હોસ્પિટલની ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યાં હતા.

રિપોર્ટની રાહ જોઈ રહ્યાં છીએ

ગોવિંદા પર ઘણા ટેસ્ટ કરવામાં આવ્યાં છે, રિપોર્ટ આવ્યાં પછી જ કંઇ ખબર પડશે. બિંદલે ગોવિંદાના સ્વાસ્થ્ય વિશે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.

તેમને પગમાં ગોળી વાગી હતી

ગયા વર્ષે ઓક્ટોબરમાં ગોવિંદાએ પોતાની લાઇસન્સવાળી પિસ્તોલમાંથી આકસ્મિક રીતે ગોળી ચલાવી હતી, જેના કારણે તેમને પગમાં ગોળી વાગી હતી. ગોવિંદાને જુહુ નજીકની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં કલાકોની સર્જરી બાદ તેના પગમાંથી ગોળી કાઢવામાં આવી હતી.

ગોળી કેવી રીતે લાગી હતી ?

હોસ્પિટલમાંથી રજા મળ્યાં પછી, ગોવિંદાએ કહ્યું, હું કોલકાતામાં એક શોમાં જઈ રહ્યો હતો અને સવારના લગભગ 5 વાગ્યા હતા. બંદૂક પડી ગઈ અને ગોળી વાગી ગઈ હતી. હું એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો અને પછી મેં જોયું કે મારા પગમાંથી ખૂબ લોહી નીકળી રહ્યું હતું. અને ફરીથી તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++