વડોદરા ડ્રગ્સ ફેકટરી કેસમાં એટીએસની તપાસમાં થયો મોટો ખુલાસો- Gujarat Post

09:10 PM Dec 04, 2022 | gujaratpost

વડોદરાઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના માહોલમાં વડોદરાથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે, આ ડ્રગ્સ કેસ મામલે ATSને મોટી સફળતા મળી છે, ATSની કાર્યવાહીમાં વડોદરા નજીક સિંધરોટ ગામ નજીક ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઇ હતી. અંદાજે રૂપિયા 478 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો કબ્જે કરાયો હતો, અને 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ATSએ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ATSની તપાસમાં આરોપીઓએ 45 દિવસમાં જ 100 કિલો ડ્રગ્સ મુંબઈ મોકલ્યું હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધાર સૌમિલ પાઠકે આ અંગે કબૂલાત કરી છે. આ ડ્રગ્સ કોને સપ્લાય કરવામાં આવ્યું છે તે દિશામાં ATSએ તપાસ હાથ ધરી છે. ATSએ સલીમ ડોલા, યોગેશ તડવી, મહેશ જોશી, અહેમદ નામના ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

સૌમિલ પાઠક અને મુંબઈના સલીમ ડોલા જેલમાં હતા ત્યારે જ ડ્રગ્સની ફેકટરી શરૂ કરવાનું પ્લાનિંગ કર્યું હતું. આ MD ડ્રગ્સના ઉત્પાદન અને વેચાણના ધંધામાં બન્ને ભાગીદાર બન્યાં હતા. સૌમિલે સિંધરોટ ગામ પાસે MD ડ્રગ્સની ફેક્ટરી શરૂ કરી અને ડ્રગ્સ બનાવવા માટે રો મટીરીયલ્સ માટે કેમિકલ ચોરી કરનાર ભરત ચાવડાનો સંપર્ક કર્યો હતો. ભરત ડ્રગ્સ બનાવવા કેમિકલ આપતો હતો, આરોપી વિનોદ ઉર્ફે પપ્પુએ ડ્રગ્સ ઉત્પાદન પ્રક્રિયાના જાણકાર કેમિસ્ટ શૈલેષ કટારીયાનો સંપર્ક કરાવ્યો હતો. શૈલેષ બીએસસી કેમેસ્ટ્રી ભણેલો હોવાથી આરોપીઓએ ડ્રગ્સ બનાવવાનું યુનિટ શરૂ કર્યું હતુ, શૈલેષ MD ડ્રગ્સ બનાવવાનું કામકાજ સંભાળતો હતો. વિનોદ ઉર્ફે પપ્પુ ફેક્ટરીની દેખરેખ રાખતો હતો. સવા મહિનાથી આ ફેક્ટરી ધમધમી રહી હોવાનો ખુલાસો ATSની તપાસમાં થયો છે.  હજુ આ કેસમાં નવા ઘટસ્ફોટની રાહ જોવાઇ રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post