હવે ગૃહમંત્રાલયનો નકલી અધિકારી ઝડપાયો, પોલીસે એન્જિનિયરની કરી ધરપકડ

11:36 AM Apr 26, 2024 | gujaratpost

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાંથી પોલીસે પશ્ચિમ બંગાળના એન્જિનિયરની ધરપકડ કરી છે. તે સેન્ટ્રલ હોમ ડિપાર્ટમેન્ટનો ઓફિસર બનીને ફરતો હતો. આરોપી ભારત સરકાર, દિલ્હીની નકલી નંબર પ્લેટ અને કાર પર રિવોલ્વિંગ લાઇટ લગાવીને ફરતો હતો. તેના મિત્રને મળવા બે દિવસ પહેલા જ ઉદેપુરથી અમદાવાદ આવ્યો હતો.

તપાસ અધિકારીનું કહેવું છે કે ગુજરાત યુનિવર્સિટી પાસે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ કાર પસાર થઈ હતી. તેના પર ફરતી લાઈટ હતી અને પાછળ ભારત સરકાર લખેલું હતું. જેના કારણે પોલીસે કારનો પીછો કરીને તેને રોકી હતી. આ પછી કાર ચાલકે ગૃહ વિભાગનો અધિકારી હોવાનું જણાવ્યું હતુ. 

પશ્ચિમ બંગાળમાં શખ્સ વિરૂદ્ધ FIR થયેલી છે 

પોલીસે તેની પાસે સત્તાવાર દસ્તાવેજો માંગ્યા તો તે પોતાનું આઈડી કાર્ડ બતાવી શક્યો નહીં. જ્યારે પોલીસે રિવોલ્વિંગ લાઇટ વિશે પૂછ્યું તો તે કંઈ સાચું કહી શક્યો નહીં. આ પછી પોલીસે પશ્ચિમ બંગાળના રહેવાસી સૌરીશ ઘોષની ધરપકડ કરી હતી. પશ્ચિમ બંગાળમાં B.Tech પાસ આરોપી સામે આવો જ કેસ નોંધવામાં આવ્યો છે, તેને નકલી પોલીસ ઓફિસર તરીકે ગુંડાગીરી કરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો

આરોપીએ પોલીસને જણાવ્યું કે તે માઇક્રોસોફ્ટ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર પ્રોગ્રામિંગનું કામ કરતો હતો. હવે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે કે શું તે નકલી અધિકારી હોવાનો ડોળ કરીને કોઈની સાથે છેતરપિંડી કરી રહ્યો હતો કે નહીં ? હાલમાં પોલીસે છેતરપિંડીના કેસમાં આરોપીને કસ્ટડીમાં લઈ કોર્ટમાં રજૂ કર્યો છે. આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post