- ચૂંટણી પંચે હજુ પેટા ચૂંટણીની તારીખ જાહેર કરી નથી
- પાટીદાર વોટબેંકનો લાભ લેવા ટિકિટ આપ્યાંની ચર્ચા
અમદાવાદઃ આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદર વિધાનસભા બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. ગોપાલ ઈટાલિયાને આ બેઠક પરથી ટિકિટ આપવામાં આવશે, જો કે ચૂંટણી પંચ દ્વારા આ બેઠક માટે પેટા ચૂંટણીની તારીખ જાહેરાત કરવામાં આવી નથી, તેમ છતાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધા છે.
વિસાવદરના હર્ષદ રિબડીયાએ 2022ના પરિણામોને લઇને ઈલેકશન પીટિશન કરી હતી,જેને તેમણે ગત સપ્તાહે પાછી ખેંચી લીધી હતી. AAPના ઉમેદવાર ભૂપત ભાયાણીની જીતને પડકારતી આ પીટિશન પાછી ખેંચી હતી. હવે કાનૂની ગૂંચ ઉકેલાતા વિસાવદરમાં પેટાચૂંટણી યોજાઇ શકે છે.
2022 વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં આપની એન્ટ્રીથી ભાજપને ફાયદો થયો હતો. કોંગ્રેસ માત્ર 17 બેઠક જીતી શક્યું હતું અને આમ આદમી પાર્ટીને 5 સીટ મળી હતી. ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા જેવા મોટા માથાઓ હારી ગયા હતા. ભાજપે 156 સીટ જીતીને ઈતિહાસ રચ્યો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++