ધોરાજીઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. ધોરાજી નગરપાલિકાના આપનાં ઉમેદવારનાં પિતાનું મતદાન કરે તે પહેલાં જ મતદાન મથકે હાર્ટ એટેક આવતાં મોત થયું હતું. વોર્ડ નંબર 8ના આપ ઉમેદવાર અજય કંડોલિયાના 57 વર્ષીય પિતા હરસુખ કંડોલિયા ટેકનિકલ હાઈસ્કૂલના મતદાન મથકે મતદાન કરવા ગયા હતા. પરંતુ મતદાન કરે તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. પરંતુ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા. તેમના નિધનના પગલે શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 9 વોર્ડમાંથી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહીત અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. હવે 9 વોર્ડની 36 બેઠકો પર 110 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે. ઉલ્લેખનીય છે કે ધોરાજી નગરપાલિકામાં હાલમાં કોંગ્રેસનું શાસન છે અને ફરી વખત નગરપાલિકા કબ્જે કરવા કોંગ્રેસ મથામણ કરી રહી છે તો ભાજપ કોંગ્રેસ પાસેથી નગરપાલિકા આંચકી લેવા મથામણ કરી રહી છે પરંતુ જૂથવાદ સહિતના પ્રશ્નો ભાજપ માટે ચિંતારૂપ સાબિત થઇ રહ્યાં છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/