તાઇવાનમાં વાવાઝોડા રાગાસાએ ભારે તબાહી મચાવી છે. પૂર્વી તાઇવાનના હુઆલિયન કાઉન્ટીમાં વરસાદને કારણે એક મોટું તળાવ છલકાઈ ગયું હોવાથી 14 લોકોનાં મોત થયા છે. મંગળવારે આ ઘટના બની હતી જ્યારે ઘણા દિવસોના ભારે વરસાદ પછી ભૂસ્ખલનથી તળાવના કાંઠા તૂટી ગયા હતા અને ગુઆંગફુ ટાઉનશીપમાં પાણી ભરાઈ ગયા હતા.
સરકારી આંકડા દર્શાવે છે કે પૂર્વી તાઇવાનના હુઆલિયન કાઉન્ટીમાં 8,500 રહેવાસીઓમાંથી લગભગ 60 ટકા લોકો તેમના ઘરોના ઉપરના માળે રહે છે. બાકીના મોટાભાગના લોકો સંબંધીઓ સાથે રહેવા માટે વિસ્તાર છોડી ગયા છે. જ્યારે તળાવ છલકાઈ ગયું, ત્યારે મોટી તબાહી થઇ હતી.
તાઇવાનના ફાયર સર્વિસ વિભાગે બુધવારે જણાવ્યું કે દેશના પૂર્વ ભાગમાં આવેલ હુઆલિયન કાઉન્ટી વાવાઝોડાથી સૌથી વધુ પ્રભાવિત થયું છે અને 124 લોકો હજુ પણ ગુમ છે. 2009 માં દક્ષિણ તાઇવાનમાં મોરાકોટ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. આ વાવાઝોડામાં લગભગ 700 લોકો માર્યા ગયા હતા અને અંદાજે 3 અબજ ડોલરનું નુકસાન થયું હતું.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/