સુરત બિલ્ડિંગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોનાં મોત - Gujarat Post

10:25 PM Jul 07, 2024 | gujaratpost

Surat News: સુરતમાં શનિવારે સાંજે એક ગંભીર દુર્ઘટના બની હતી. શહેરમાં એક 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જેમાં અત્યાર સુધીમાં 7 લોકોનાં મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યાં છે. હાલ એક મહિલા સારવાર હેઠળ છે. જ્યારે કેટલાક લોકોને નાની-મોટી ઈજા પહોંચી છે. રેસ્ક્યૂં ઓપરેશન ચાલુ છે. ફાયર વિભાગ, પોલીસ અને તંત્રની ટીમ ઘટના સ્થળે છે.

આ દુર્ઘટનામાં હીરામંડી બમભોલી કેવટ (ઉ.વ 40), અભિષેક (ઉ.વ 35), વ્રજેશ હીરાલાલ ગોડ (ઉ.વ 50), શિવપૂજન શોખીલાલ કેવટ (ઉ.વ 26) અનમોલ ઉર્ફ (સાહિલ) શાલિગ્રામ હરિજન (ઉ.વ 17), પરવેજ શોખીલાલ કેવટ (ઉ.વ 21) અને લાલજી બમભોલી કેવટ  (ઉ.વ 40)ના મોત થયા હતા, જ્યારે કશિષ શ્યામ શર્મા (ઉ.વ 20)ને જીવિત બહાર કાઢવામાં આવ્યાં છે.

સુરતના સચિન GIDC વિસ્તારમાં શનિવારે સાંજના સમયે 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગ ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાં ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ થયો હતો. લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચીને બિલ્ડિંગનો કાટમાળ ખસેડી રેસ્ક્યૂં શરુ કરી દેવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જ્યારે એક મહિલા સારવાર હેઠળ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526