દેશમાં ન્યાયતંત્રને નબળું પાડવાના પ્રયાસો પર ચિંતા, 21 પૂર્વ ન્યાયાધીશોએ સીજેઆઈને લખ્યો પત્ર- Gujarat Post

11:10 AM Apr 15, 2024 | gujaratpost

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના 21 નિવૃત્ત ન્યાયાધીશોએ ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે. પત્રમાં ન્યાયતંત્રને નબળું પાડવાના પ્રયાસો પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પત્ર લખનારાઓમાં હાઈકોર્ટના 17 ભૂતપૂર્વ ન્યાયાધીશો અને સુપ્રીમ કોર્ટના 4 ભૂતપૂર્વ ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. તે ચોક્કસ જૂથો દ્વારા ઇરાદાપૂર્વકના દબાણ, ખોટી માહિતી અને જાહેર અપમાન દ્વારા ન્યાયતંત્રને નબળું પાડવાના વધતા પ્રયાસોને હાઇલાઇટ કરે છે. આ બાબત ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે આવું કરનારાઓ સંકુચિત રાજકીય હિતો અને વ્યક્તિગત લાભો માટે ન્યાયતંત્રને નબળું પાડવા અને ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જો કે, નિવૃત્ત ન્યાયાધીશોએ તે ઘટનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી ન હતી, જેના માટે તેઓએ CJIને પત્ર લખ્યો હતો. જો કે, આ પત્ર એવા સમયે લખવામાં આવ્યો છે જ્યારે ભ્રષ્ટાચારના કેસમાં વિપક્ષી નેતાઓ સામે કાર્યવાહીને લઈને સત્તાધારી ભાજપ અને વિરોધ પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે.

અગાઉ કોંગ્રેસે પણ ન્યાયતંત્રમાં રાજકીય દખલગીરીને લઇને અનેક વખત સરકાર પર સવાલ ઉઠાવ્યાં હતા અને હવે ચૂંટણીના સમયે મુખ્ય ન્યાયાધિશને આ પત્ર લખવામાં આવ્યો છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post