તહેરાનઃ ઈરાનની રાજધાની તહેરાનમાં બે ન્યાયધીશોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના શનિવારે બની હતી, જ્યાં એક વ્યક્તિએ બે કટ્ટરવાદી ન્યાયાધીશોની ગોળી મારીને હત્યા કરી હતી.
સરકારી સમાચાર એજન્સી IRNAએ અહેવાલ આપ્યો છે કે જજ મૌલવી મોહમ્મદ મોગીસેહ અને જજ અલી રજની ગોળીબારમાં માર્યા ગયા છે. IRNA અનુસાર આ હુમલામાં ન્યાયાધીશનો બોડીગાર્ડ પણ ઘાયલ થયો છે. ન્યૂઝ એજન્સી અનુસાર હુમલાખોરે બાદમાં પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
જે ન્યાયાધીશોને ગોળી વાગી હતી, તેમાંથી 25 વર્ષ પહેલા એકની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 1999માં ન્યાયાધીશ રજનીની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રયાસ નિષ્ફળ ગયો હતો. બંને ન્યાયાધીશો આરોપીઓને સખત સજા આપવા માટે જાણીતા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++