અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાયો, પોલીસ કાફલો ઘટના સ્થળે
બનાસકાંઠાઃ પાંથાવાડા-ગુંદરી હાઈવે પર બુધવારે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બે મોટી ટ્રેલર ટ્રક સામ-સામે અથડાવાને કારણે સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બે વ્યક્તિઓનું ઘટના સ્થળે જ મોત થયું હતુ.
અકસ્માત બાદ બંને મૃતદેહો ટ્રકની અંદર જ ફસાઈ ગયા હતા. ઘટના અંગે સ્થાનિક લોકોએ તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યાં હતા. અકસ્માતને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિકજામ થયો હતો, જેને પોલીસે દૂર કરીને સ્થિતી સામાન્ય કરી હતી.
હજુ સુધી મૃતકોની વ્યક્તિઓની ઓળખ થઈ શકી નથી.પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++