વડોદરામાં ગટરના નાળામાં પડતા 16 વર્ષના કિશોરનું મોત, ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢ્યો

10:51 AM Aug 07, 2025 | gujaratpost

વડોદરાઃ શહેરમાં ગાજરાવાડી વિસ્તારમાં 16 વર્ષીય કિશોર પમ્પિંગ સ્ટેશન પાસે ગટરના નાળામાં ખાબકતા તેનું મોત થયું છે. આ અંગે જાણ થતાં ઘટના સ્થળે સ્થાનિકો, ફાયર વિભાગ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને એમ્બ્યુલન્સ પહોંચી ગઇ હતી.

મૃતક દીપક પ્રવિણભાઇ ગોદરિયા (ઉ.વ-16) જૂના કપડાંનો વ્યવસાય કરતો હતો. તે ઘરે આવીને જમવા બેઠો હતો. બાદમાં શૌચક્રિયા કરવા ગયો હતો અને ગટર નાળામાં પડી ગયો હતો.

ફાયર વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરીને કિશોરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે. દીકરાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++