અંદાજે રૂ.100 કરોડના બેનામી વ્યવહારો ઝડપાયા, અમદાવાદમાં કેમિકલના વેપારીને ત્યાં આઈટીનું મોટું ઓપરેશન- Gujarat Post

05:18 PM Oct 13, 2023 | gujaratpost

100થી વધુ અધિકારીઓ જોડાયા હતા તપાસમાં

હજુ પણ મોટા પ્રમાણમાં કરચોરીનો આંકડો આવશે સામે

અનેક બેંક લોકર ખોલવાના બાકી

અમદાવાદઃ શહેરમાં 2 દિવસ પહેલા ઘણા સ્થળોએ આઈટીએ દરોડા પાડ્યાં હતા. દરોડામાં કુલ 100થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા હતા. આઈટી વિભાગે 2 કેમિકલના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા, જેમાં કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો મળ્યાં છે. અંદાજે 100 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવ્યાં છે. આવકવેરા વિભાગે ધારા કેમિકલ્સ અને બ્લીચ કેમિકલ્સને ત્યાં દરોડા પાડ્યાં હતા. તપાસ દરમિયાન હજુ પણ મોટા પ્રમાણમાં કરચોરી સામે આવે તેવી શક્યતા છે.

થોડા સમય પહેલા આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડરો પર મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. હવે કેમિકલ ઉદ્યોગ સાથે જોડાયેલા બે વેપારીઓને ત્યાં દરોડાથી જ્વેલર્સ, બિલ્ડર્સ સહિતના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. દિવાળી પહેલા હજુ પણ આઇટી વિભાગ મોટા કાર્યવાહી કરી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post