+

અમદાવાદના રામોલમાં યુવકે જાહેરમાં કાચથી હાથની નસ કાપીને કર્યો આપઘાત

34 વર્ષીય યુવકે કાચ વડે પોતાના હાથની નસ કાપીને આપઘાત કર્યો આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી અમદાવાદઃ રામોલમાં વન્ડર પોઇન્ટ પાછળ 34 વર્ષીય યુવકે કાચ વડે પોતાના હાથની નસ કાપી નાખીને આપઘાત

34 વર્ષીય યુવકે કાચ વડે પોતાના હાથની નસ કાપીને આપઘાત કર્યો

આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી

અમદાવાદઃ રામોલમાં વન્ડર પોઇન્ટ પાછળ 34 વર્ષીય યુવકે કાચ વડે પોતાના હાથની નસ કાપી નાખીને આપઘાત કરી લીધો છે. જાહેરમાં હાથની નસ કાપી લેતા સનસની મચી છે. યુવકનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

પોલીસે આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી 

આત્મહત્યા પાછળનું કારણ અકબંધ

આપઘાત કરનાર યુવકની ઓળખ 34 વર્ષીય ઘનશ્યામ પ્રજાપતિ તરીકે થઈ છે. પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરીને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હજી સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. રામોલ પોલીસે હાલ આપઘાતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મૃતકના પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે.

facebook twitter