હરિયાણાઃ દેશમાં વક્ફ લોને લઇને સ્થિતી ચિંતાજનક બની રહી છે. અનેક જગ્યાએ હિંસાના સમાચારો આવી રહ્યાં છે, મુસ્લિમો દ્વારા આ કાયદાનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે, હવે આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યાં છે, તેમને કહ્યું કે કોંગ્રેસ આ કાયદાનો વિરોધ કરી રહી છે, પરંતુ પાર્ટીમાં કોઇ ઉચ્ચ પદ પર કેમ મુસ્લિમોને સ્થાન નથી અપાઇ રહ્યું.
મોદીએ સવાલ કરતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ તરીકે કોઇ મુસ્લિમને કેમ નથી બેસાડતી ?? મોદીએ કહ્યું કે વક્ફ લો નો ઇમાનદારીથી ઉપયોગ થયો હોત તો આજે કોઇ મુસ્લિમ યુવાનોએ સાયકલના પંચલ બનાવીને જિંદગી ન કાઢવી પડતી હોત, આ કાયદાને કારણે ભૂમાફિયાઓનું જ ભલુ થયું છે.
પીએમ મોદીએ કહ્યું કે, દેશભરમાં Waqf Law ના નામે લાખો હેક્ટર જમીનો છે. આ જમીનથી ગરીબ, લાચાર મહિલાઓ અને બાળકોને ફાયદો થવો જોઈતો હતો. પરંતુ કેટલાક જ લોકોને તેનો ફાયદો થયો છે. ભૂમાફિયાઓએ ગરીબ લોકોને લૂંટ્યાં છે. નોંધનિય છે કે કોંગ્રેસ દ્વારા આ કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને મુસ્લિમોને સમર્થન આપવામાં આવી રહ્યું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++