ફરી કોંગ્રેસ તૂટી....વિજાપુરના ધારાભ્ય સી.જે ચાવડાનું રાજીનામું

01:04 PM Jan 19, 2024 | gujaratpost

વિજાપુરના ધારાસભ્ય ચતુરજી જવાનજી ચાવડાનું રાજીનામું

વિધાનસભામાં કોંગ્રેસ પાસે હવે 15 ધારાસભ્યો

ગાંધીનગનઃ લોકસભાની ચૂંટણી પહેલા ભાજપનો ભરતી મેળો આગળ વધી રહ્યો છે અને એક પછી એક નેતાઓ કોંગ્રેસ અને આપ છોડી રહ્યાં છે, હવે કોંગ્રેસના સિનિયર નેતા અને વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે, તેમને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે અને તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઇ શકે છે.

સી.જે.ચાવડા અગાઉ અમિત શાહ સામે ગાંધીનગર લોકસભાની ચૂંટણીમાં હાર્યાં હતા, તેઓ વર્ષોથી કોંગ્રેસ સાથે રહ્યાં છે, અધિકારીમાંથી નેતા બનેલા ચાવડા વિજાપુર વિધાનસભામાં જીત્યાં હતા, જો કે હવે તેઓ અનેક કાર્યકર્તાઓ સાથે ટૂંક સમયમાં જ કેસરિયો ધારણ કરી શકે છે, નોંધનિય છે કે થોડા દિવસો પહેલા પણ કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઇ ગયા છે. વિસાવદરના આપના ધારાસભ્ય પદેથી ભૂપત ભાયાણીએ પણ રાજીનામું આપી દીધું છે, આમ લોકસભા પહેલા એક પછી એક નેતાઓ કોંગ્રેસ અને આપ છોડીને કેસરિયો કરી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post