પોલીસ આવતાં મહિલાએ પાણીપુરીની લારી હટાવવા જીદ પકડી
પોલીસે મહિલાને સમજાવીને પોલીસ મથક લાવીને કાઉન્સેલિંગ કર્યું
વડોદરાઃ શહેરમાં એક અજીબ ઘટના બની હતી.એક મહિલાએ 20 રૂપિયાની પાણીપૂરીમાં બે પાણીપૂરી ઓછી મળતાં રોડ પર બેસીને હોબાળો મચાવ્યો હતો
આ ઘટના ગુરુવારે સાંજે સુરસાગર પાસે બની હતી. મહિલા છેલ્લા બે દિવસથી પાણીપૂરીવાળા પાસે આવતી હતી. ગઈકાલે તેણે પાણીપૂરી ઓછી આપી હોવાનું કહીને ઝઘડોકર્યો હતો. જોકે, પાણીપૂરીવાળાએ વધારાની બે પાણીપૂરી આપી દીધી હોવા છતાં, મહિલાએ રોડની વચ્ચે જ બેસી જઈને નાટક ચાલુ રાખ્યું હતું.
ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે ઘટના સ્થળે જઈને મહિલાને સમજાવીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. ત્યાં તેનું કાઉન્સેલિંગ કરીને તેને ઘરે મોકલી દેવામાં આવી હતી. મહિલાનો આરોપ હતો કે પાણીપુરીવાળો તેની સાથે હંમેશા ખરાબ વર્તન કરે છે અને ઓછી પાણીપુરી આપે છે, જ્યારે પાણીપૂરીવાળાએ આ વાતનો ઈન્કાર કર્યો હતો. આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++