વડોદરાઃ શહેરમાં નશો કરીને વાહન ચલાવવાના બનાવો વધી રહ્યાં છે.વડોદરાના ગોત્રી રોડ પર ઈકો કારમાં શોરભાઈ ઉર્ફે મુકેશ સોમાભાઈ મકવાણા નામનો શખ્સ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ શખ્સને એક મહિલાએ 5 લાફા મારી દીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ગોત્રી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. ગોત્રી પોલીસ સ્ટેશન આવ્યાં બાદ આરોપીએ કાન પકડીને પોલીસ સમક્ષ કહ્યું હતું કે, મેં દારૂ પીને ગાડી ચલાવી હતી, આજ પછી નહીં ચલાવુ અને બીજા લોકોએ પણ ન ચલાવવી જોઈએ. મહેરબાની કરીને ધ્યાન રાખજો.
ગોત્રી રોડ ઉપર આવેલા યસ કોમ્પલેક્ષ પાસે ઇકો કારમાં એક શખ્સ નશાામાં ધૂત હતો. આ સમયે લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. આ દરમિયાન એક મહિલાએ આવીને આ શખ્સને ઈકો કાર(GJ-06-PL-8321)માંથી ખેંચીને બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ આ શખ્સ રોડ પર સુઈ ગયો હતો. આ સમયે મહિલાએ કહ્યું હતું કે, કશું થયું નથી પીધેલો છે.
આ શખ્સ નશામાં એટલો ચૂર હતો કે, ઉભો થઈ શકવાની સ્થિતિમાં પણ ન હતો, ત્યારબાદ મહિલાએ આ શખ્સને કહ્યું હતું કે ઉભો થા, જેથી તે બેઠો થયો હતો. આ સમયે મહિલાએ તેને ચાર- પાંચ થપ્પડ મારી દીધી હતી, ત્યારબાદ આ શખ્સને તેના પરિવારજનો લઈ ગયા હતા, હવે પોલીસે તેની અટકાયત કરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++