+

ACB ટ્રેપઃ રૂ. 2 લાખની લાંચના કેસમાં ખાણ ખનિજ વિભાગના 4 અધિકારીઓ-કર્મચારીઓ પર સકંજો

વડોદરાઃ એસીબીએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને રૂપિયા 2 લાખની લાંચ લેતાં ઝડપી પાડ્યાં હતા. લાંચની રકમ લીધા બાદ રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ભૂસ્તર શાસ્ત્રી સહિતના ચાર ભાગીદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે

વડોદરાઃ એસીબીએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓને રૂપિયા 2 લાખની લાંચ લેતાં ઝડપી પાડ્યાં હતા. લાંચની રકમ લીધા બાદ રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ભૂસ્તર શાસ્ત્રી સહિતના ચાર ભાગીદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે એસીબીએ કાર્યવાહી કરી છે. રેતીનો સ્ટોક કરવા માટેની પરવાનગી આપવા માટે આ લાંચ લીધી હતી.

ફરિયાદીએ ખાણ ખનીજ વિભાગ, વડોદરા ખાતે રેતીનો સ્ટોક કરવા અંગેની ઓનલાઇન અરજી કરી હતી. જે અરજીના કામે આરોપી યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ, સિનિયર ક્લાર્ક, ખાણ ખનીજ વિભાગ કોઠી કચેરી, વડોદરાને મળ્યાં હતા. જેઓએ ફરીયાદીની અરજી મંજુર કરવાના કામે કચેરીના તમામ સ્ટાફને વ્યવહાર પેટે રૂ.2 લાખની લાંચની માંગણી કરી હતી. આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું.

સિનીયર ક્લાર્ક યુવરાજસિંહ ગોહિલે ફરિયાદીને લાંચની રકમ લઇ પ્રેમવતી, રેસ્ટોરન્ટ, BAPS હોસ્પિટલ, વડોદરા ખાતે બોલાવ્યો હતો. જ્યાં તે ફરિયાદી પાસેથી પંચો સમક્ષ હેતુલક્ષી વાતચીત કરીને લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. અન્ય આરોપીએ મોબાઇલ ઉપર લાંચ લેવા અંગેની સમંતિ આપી હતી. બે આરોપીઓની ધરપકડ કરાઇ છે અને બે ફરાર થઇ ગયા છે.

આરોપીઓનાં નામોઃ
 (1) યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ, સિનિયર ક્લાર્ક વર્ગ-3, ખાણ ખનીજ વિભાગ કુબેર ભવન આઠમો માળ, વડોદરા રહે.18 અવધ ઉપવન બીલ રોડ અટલાદરા, વડોદરા જી.વડોદરા
(2) રવિકુમાર કમલેશકુમાર મિસ્ત્રી,મદદનીશ ભુસ્તર શાસ્ત્રી આણંદ વર્ગ-2, ખાણ ખનીજ વિભાગ જૂના સેવાસદન બોરસદ ચોકડી, જી.આણંદ હાલ ચાર્જ ખાણ ખનીજ વિભાગ કુબેર ભવન આઠમો માળ, વડોદરા, રહે.બી-14, કૃષ્ણ કુટીર એપાર્ટમેન્ટ ઈન્ડીયા કોલોની પાછળ, સુરજ પાર્ક પાસે. બાપુનગર, અમદાવાદ
(3) કીરણ કાન્તિભાઈ પરમાર, આઈ.ટી. એક્ઝીક્યુટીવ, વર્ગ-3 ખાણ ખનીજ વિભાગ, કુબેર ભવન, વડોદરા
(4) સંકેત પટેલ, રોયલ્ટી ઈન્સ્પેકટર વર્ગ-3, ખાણ ખનીજ વિભાગ, કુબેર ભવન, વડોદરા રહે.ડાકોર જી.ખેડા

 

facebook twitter