નવસારીઃ એસીબીએ રૂપિયા 40 હજારની લાંચનો પર્દાફાશ કર્યો છે. અમૃત મગનભાઇ વસાવા, હોદ્દો: પો.સ.ઇ, વર્ગ-3, ઇ.ચા. જી.આઇ.ડી.સી. પોલીસ ચોકી, નવસારી રૂરલ પો.સ્ટેશન અને ચિરાગ સુરેશભાઇ રાઠોડ હોદ્દો: અ.પો.કો., વર્ગ-3, નવસારી રૂરલ પો.સ્ટેશનને 40 હજારની લાંચના કેસમાં સકંજામાં લીધા છે,
ગુનાનુ સ્થળ: નવસારી રૂરલ પોલીસ સ્ટેશન, પહેલો માળ, કોમ્પ્યુટર રૂમમાં, નવસારી
ફરીયાદીનું નામ પ્રોહિબીશનના ગુનામાં આરોપી તરીકે હતુ, જેમા ફરીયાદીએ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યાં હતા. જે હુકમ મુજબ અટક કરી જામીન મુક્ત કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે પીએસઆઇએ 40 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી અને આ રકમ ચિરાગ રાઠોડને આપી દેવા જણાવ્યું હતુ.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી, જેમાં લાંચના છટકામાં આરોપી ચિરાગ રાઠોડ આવી ગયો હતો જ્યારે આરોપી પીએસઆઇ ફરાર છે.
ટ્રેપીંગ અધિકારી: કે.આર.સક્સેના, પોલીસ ઇન્સ્પેકટર, (ફિલ્ડ) એ.સી.બી. સુરત એકમ
સુપર વિઝન અધિકારીઃ આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.