ઉત્તરપ્રદેશઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુપી વિધાનસભામાં રાજ્યપાલના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. સીએમ યોગીએ પોતાના સંબોધનમાં કહ્યું કે વિકસિત ભારત મારી પ્રતિબદ્ધતા છે. તેમણે સમાજવાદી પાર્ટીના નેતા અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ પર નિશાન સાધતા કહ્યું કે અખિલેશની વાતોમાં તથ્ય નથી. તેમણે રામ મંદિરને લઈને વિપક્ષની ઝાટકણી કાઢી હતી. રામ મંદિરના નિર્માણથી બધા ખુશ છે, પરંતુ સદીની સૌથી મોટી ઘટના પર વિપક્ષ કંઈ બોલ્યો નહીં, બસ અહીં-તહી ભટકતા રહે છે આ લોકો.
જે લોકોએ 2017 પહેલા ઉત્તર પ્રદેશ પર શાસન કર્યું હતું. તેઓ ઉત્તર પ્રદેશને ક્યાં લઈ ગયા ? તેઓએ ઉત્તર પ્રદેશના લોકો માટે ઓળખની કટોકટી ઊભી કરી દીધી હતી. અહીંના યુવાનોને તેમની ઓળખ છુપાવવા માટે મજબૂર કરવામાં આવ્યાં હતા. જ્યારે પણ કોઈ યુવક ક્યાંય પણ ગયો તેને નોકરી ન મળી. ભાડા પરના રૂમની વાત તો ભૂલી જાવ, તેને હોટલ અને ધર્મશાળાઓમાં પણ રૂમ ન મળી શક્યા અને આજે ઉત્તર પ્રદેશે પણ 22 જાન્યુઆરી, 2024ની ઘટના જોઈ છે.
હું અયોધ્યા-કાશી ગયો છું અને નોઈડા અને બિજનૌર પણ ગયો છું
સીએમ યોગીએ કહ્યું કે, રામ મંદિરના નિર્માણથી દરેક સનાતની ખુશ છે, મુસ્લિમોના પૂર્વજો પણ સનાતની હતા. પરંતુ સદીની સૌથી મોટી ઘટના પર વિપક્ષ ચૂપ છે. રામ મંદિર પહેલા જ બનવું જોઈતું હતું. આજે દરેક વ્યક્તિ નવી, દિવ્ય અને ભવ્ય અયોધ્યા જોઈને અભિભૂત છે. આ કામ ઘણા સમય પહેલા થઈ જવું જોઈતું હતું. અયોધ્યાના લોકો માટે વીજળીની વ્યવસ્થા કરી શકાઈ હોત અને ત્યાં વધુ સારી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડી શકાઈ હોત. કયા ઈરાદાથી આ વિકાસ કામો અટકાવવામાં આવ્યા ? જો હું અયોધ્યા અને કાશી ગયો છું, તો નોઈડા અને બિજનૌર પણ ગયો છું. અમારી શ્રદ્ધા સ્પષ્ટ હતી, અમારી નીતિ સ્પષ્ટ હતી અને અમારા ઇરાદા પણ સ્પષ્ટ હતા.
અખિલેશે યોગી સરકાર સામે ગર્જના કરી
આ પહેલા યુપી વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન અખિલેશ યાદવે ભાજપ અને યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતા. અખિલેશે કહ્યું, ભાજપે ખેડૂતો સાથે દગો કર્યો છે. શું સરકારે રાજ્યમાં કોઈ નવું બજાર સ્થાપ્યું છે ? આ પહેલી સરકાર છે કે જેના હેઠળ ખેડૂતોએ ત્રણ કાળા કાયદાની વિરુદ્ધ વાત કરી તો લગભગ 1000 ખેડૂતોએ જીવ ગુમાવ્યો. ખેડૂતોની આવક બમણી કરવાની તેમની ફોર્મ્યુલા શું છે ?
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો