+

ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં, ઉત્તરાયણ મનાવશે, રાજકીય નિર્ણયો પર પણ થશે ચર્ચા

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શહેર-જિલ્લા ભાજપ પ્રમુખના હોદ્દાઓનું મહત્વ વધ્યું છે વડોદરા અને જિલ્લાઓમાં હોદ્દા માટે ખેંચતાણ જોવા મળી રહી છે અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુ

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શહેર-જિલ્લા ભાજપ પ્રમુખના હોદ્દાઓનું મહત્વ વધ્યું છે

વડોદરા અને જિલ્લાઓમાં હોદ્દા માટે ખેંચતાણ જોવા મળી રહી છે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં રહેશે. આવતીકાલે તેઓ ઉત્તરાયણ ઉજવશે તેમજ કાર્યકર્તાઓને મળશે. ઘાટલોડિયાના નવા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત અને આવાસ યોજનાના મકાનોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.

અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણ મનાવવા અમદાવાદ આવે છે. તેમના મત વિસ્તારમાં તેઓ વિવિધ જગ્યાએ જઈ લોકો સાથે પતંગ ચગાવશે. 15 જાન્યુઆરીના રોજ શાહ માણસા તાલુકાના અંબોડ ખાતે બનનારા બેરેજનું ખાતમુહૂર્ત કરશે.  ગુજરાતમાં વિવિધ શહેરોના ભાજપ પ્રમુખોના નામ પર અંતિમ મ્હોર મારી શકે છે. આગામી બે ત્રણ દિવસમાં જ જિલ્લા અને શહેરના પ્રમુખોના નામની જાહેરાત કરી દેવામાં આવે તેવી પૂરી શક્યતાઓ છે.

ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓમાં શહેર જિલ્લાના સંગઠનમાં કોને સ્થાન મળે છે તેની સાથે સાથે પ્રદેશ માળખામાં પણ કોને સ્થાન મળે છે તે નામોને લઇને રાહ જોવાઇ રહી છે. જો કે, પ્રદેશ માળખાની રચના શહેર અને જિલ્લામાં મોટાભાગના પ્રમુખોની વરણી થયા બાદ જ થશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter