+

ભવ્ય મહાકુંભ શરૂઃ સંગમમાં ભીડ વધી, વિદેશી ભક્તોએ પણ પવિત્ર સ્નાન કર્યું

ઉત્તર પ્રદેશઃ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચી રહ્યાં છે. ગંગા, યમુના અને  સરસ્વતી નદીઓનો પવિત્ર સંગમ શરૂ થયો છે. આજે, 13 જાન્યુઆરી પોષ

ઉત્તર પ્રદેશઃ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચી રહ્યાં છે. ગંગા, યમુના અને  સરસ્વતી નદીઓનો પવિત્ર સંગમ શરૂ થયો છે. આજે, 13 જાન્યુઆરી પોષ પૂર્ણિમાથી 45 દિવસીય મહાકુંભ 2025નો પ્રારંભ થયો છે. મહાકુંભના પ્રથમ દિવસે જ પોષ પૂર્ણિમાના દિવસે હજારો લોકોએ સંગમ કિનારે આસ્થાના દર્શન કર્યા હતા.

રશિયાથી પ્રયાગરાજમાં મહાકુંભમાં ભાગ લેવા આવેલા એક ભક્તે કહ્યું કે ભારત મહાન છે. ભારત એક મહાન દેશ છે. અમે પહેલીવાર કુંભ મેળામાં આવ્યાં છીએ. અહીં આપણે વાસ્તવિક ભારત જોઈ શકીએ છીએ. વાસ્તવિક શક્તિ ભારતના લોકોમાં રહેલી છે. હું ભારતને પ્રેમ કરું છું.

ઉત્તર પ્રદેશ પોલીસે શ્રદ્ધાળુઓની મદદ માટે ખાસ અસ્થાયી પોલીસ ચોકી બનાવી છે. નદી પર તરતી પોલીસ ચોકી સુરક્ષા વ્યવસ્થાનો એક ભાગ છે. ગમ કાંઠે સામાન્ય ભક્તોની સાથે બાબાઓનો પણ મેળાવડો હોય છે.

મેળાના વિસ્તારમાં આવતી ભીડ વચ્ચે ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે RAF, પોલીસ અને CRPFની ટીમો સ્થળ પર હાજર છે. મહાકુંભમાં પ્રથમ સ્નાન માટે આખી રાત એકઠા થયેલા ભક્તો સંગમ તરફ આગળ વધી રહ્યા છે. હવે ભીડ વધવા લાગી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે પ્રયાગરાજમાં શરૂ થઈ રહેલો મહાકુંભ દેશ અને દુનિયાના લોકો માટે એક મોટી તક છે.  આ મહાકુંભ દ્વારા ભક્તોને ખાસ કરીને સંતોના માર્ગદર્શનથી ભારતના આધ્યાત્મિક વારસાને જાણવાનો અને સમજવાનો અદ્ભભૂત અનુભવ મળશે. આ પ્રસંગ 144 વર્ષ બાદ ખાસ સમયે થઈ રહ્યો છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે ગોરખપુર મહોત્સવ 2025ના સમાપન સમારોહમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી 45 દિવસ માટે મહા કુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લગભગ 40 કરોડ ભક્તો ભાગ લે તેવી અપેક્ષા છે.કોઈ પણ દેશ માટે આટલી મોટી સંખ્યામાં ભક્તોનો ભાગ બનવું શક્ય નથી અને તે માત્ર ભારત અને ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશોમાં જ શક્ય છે.

ભક્તોને મહાકુંભ દરમિયાન માતા ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનો લ્હાવો મળશે, જે એક આધ્યાત્મિક અને ધાર્મિક અનુભવ હશે. આ વખતે મહાકુંભમાં ઘણી ખાસ કારીગરી જોવા મળશે. જેમ કે અક્ષય વટ કોરિડોર, મા સરસ્વતી, બડે હનુમાન મંદિર, મહર્ષિ વ્યાસ અને ભગવાન રામ અને નિષાદરાજ કોરિડોરનું નિર્માણ. આ સાથે ભક્તો નાગ વાસુકી, દ્વાદશ જ્યોતિર્લિંગ અને ચાર ધામના દર્શન પણ કરી શકશે.

આ વખતે 10 હજાર એકર વિસ્તારમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆત પહેલા જ શુક્રવારે રાત સુધીમાં 35 લાખ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી ગયા હતા. તેમણે ભક્તોને મકરસંક્રાંતિના દિવસે બાબા ગોરખનાથને ખીચડી ચઢાવવાની અપીલ કરી અને પછી તેમને મહાકુંભમાં જવા માટે પ્રેરણા આપી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter