અમદાવાદઃ ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી કરવા અમદાવાદમાં છે, તેઓ પરિવાર સાથે મેમનગરમાં ઉત્તરાયણની ઉજવણી કરવા પહોંચ્યાં હતા, તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના કાર્યકર્તાઓ હાજર હતા, મોટી સંખ્યામાં લોકો પણ અમિત શાહને જોવા અહીં પહોંચ્યાં હતા.
તેમના સંસદીય મત વિસ્તાર મેમનગરનાં શાંતિ નિકેતન એપાર્ટમેન્ટમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી, અમિત શાહે પતંગ કાપતા કાર્યકર્તાઓમાં ઉત્સાહ આવી ગયો હતો અને લપેટ લપેટની બૂમો સંભળાઇ હતી.
નોંધનિય છે કે અમિત શાહ ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે અને તેઓ વિવિધ સરકારી કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, સાથે જ ભાજપ સંગઠનમાં નવી નિમણુંકોને લઇને પણ તેઓ બેઠકો કરી શકે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/