+

અમેરિકાની સીરિયામાં બે એર સ્ટ્રાઇક, કુલ 37 આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યાં હોવાનો અહેવાલ

(ફાઇલ ફોટો) અમેરિકાઃ એક તરફ ઇઝરાયેલે હિઝબુલ્લા પર જોરદાર હુમલા શરૂ કરી દીધા છે અને અનેક આતંકવાદીઓનો સફાયો કર્યો છે, બીજી તરફ અમેરિકાએ પણ થોડા જ દિવસોમાં સીરિયામાં જુદી જુદી બે એર સ્ટ્રાઇક કરીને અંદ

(ફાઇલ ફોટો)

અમેરિકાઃ એક તરફ ઇઝરાયેલે હિઝબુલ્લા પર જોરદાર હુમલા શરૂ કરી દીધા છે અને અનેક આતંકવાદીઓનો સફાયો કર્યો છે, બીજી તરફ અમેરિકાએ પણ થોડા જ દિવસોમાં સીરિયામાં જુદી જુદી બે એર સ્ટ્રાઇક કરીને અંદાજે 37 આતંકવાદીઓને ઠાર કરી દીધા છે.

આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળેલી માહિતી મુજબ ઇસ્લામિક સ્ટેટ ગ્રુપ અને અલ કાયદાના આતંકીઓનો સફાયો કરી નાખવામાં આવ્યો છે, અમેરિકાને આતંકીઓના અડ્ડા અંગે પહેલા જ માહિતી મળી હતી અને બાદમાં અહીં હુમલો કરવામાં આવ્યો હતો.

આ હુમલા બાદ ઉત્તર-પશ્વિમ સીરિયામાં હાહાકાર મચી ગયો છે. જ્યાં અમેરિકી એરફોર્સે હુમલો કર્યો હતો, ત્યાં આતંકવાદીઓની ટ્રેનિંગ ચાલી રહી હતી.આઇએસ અને અલકાયદાના આતંકવાદીઓ દ્વારા અમેરિકા સામે હુમલાના અનેક ષડયંત્રો કરાયા છે, જો કે અમેરિકી સેનાને આતંકીઓનો અડ્ડો મળતા જ ત્યાં હુમલો કરવામાં આવ્યો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter