મોસ્કોઃ યુક્રેને રશિયા પર અત્યાર સુધીનો જોરદાર મોટો હુમલો કરી દીધો છે, એક 38 માળની બિલ્ડીંગમાં યુક્રેને ડ્રોન હુમલો કરતા બિલ્ડીંગને મોટું નુકસાન થયું છે, આ હુમલા વખતે અનેક લોકો આ બિલ્ડીંગમાં હાજર હતા, જેમાંથી કેટલાક લોકો ઘાયલ થયા છે.
સેરાટેવ શહેરની સૌથી ઉંચી બિલ્ડીંગ પર આ હુમલો કરવામાં આવ્યો છે. રશિયાની સેના પણ આ હુમલા બાદ એલર્ટ થઇ ગઇ છે. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2001ના રોજ મોટો આતંકવાદી હુમલો થયો હતો. અલ કાયદાના આતંકવાદીઓએ 4 પ્લેન હાઇજેક કરીને અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોનમાં આ ઘાતક હુમલો કર્યો હતો. જેમાં અનેક લોકોનાં મોત થઇ ગયા હતા.
ત્યારે હાલમાં રશિયામાં પણ અમેરિકા જેવો હુમલો કરાયો છે, જે તે વખતે પ્લેન ટાવરમાં ઘૂસાડીને હુમલો કરવામાં આવ્યો હતો આ વખતે ડ્રોનથી રશિયામાં હુમલો કરાતા અમેરિકા પર થયેલા હુમલાની યાદો તાજી થઇ છે. દુનિયા આજે આ વીડિયો જોઇને ભયંકર યુદ્ધના ભણકારા મહેસૂસ કરી રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526