મુંબઇઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એક વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે, આ ધમકીભર્યો કોલ મુંબઇ પોલીસના કન્ટ્રોલ રૂમમાં આવ્યો હતો, જેમાં એક શખ્સે આ ધમકી આપી હતી.
મુંબઇ પોલીસને મળેલા ફોન બાદ પોલીસની જુદી જુદી ટીમો આ મામલે તપાસમાં લાગી ગઇ છે, અગાઉ હરિયાણાના શખ્સે 2023માં વીડિયો વાયરલ કરીને વડાપ્રધાનને ગોળી મારવાની ધમકી આપી હતી. જેવિયર નામના વ્યક્તિએ પણ આવી જ ધમકી આપી હતી. અગાઉ આતંકી સંગઠન જૈશ-એ-મોહમંદ સાથે જોડાયેલા એક શખ્સે પણ વડાપ્રધાન મોદીને ધમકી આપી હતી. આ તમામની સામે પોલીસે કાર્યવાહી કરી હતી.
હવે ફરી એક ધમકી મળતા પોલીસ પણ એલર્ટ બની છે, મોદી છેલ્લા ઘણા સમયથી કટ્ટરપંથી આતંકી સંગઠનોના નિશાન છે અને વારંવાર તેમને ધમકી આપવામાં આવી રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++