ક્રાન-મોન્ટાનામાં નવા વર્ષની શરૂઆતમાં જ દુર્ઘટના બની
કોન્સ્ટેલેશન બાર એન્ડ લોઝમાં આગથી અફડા તફડીનો માહોલ
સ્વિટ્ઝલેન્ડઃ આતંકવાદી હુમલામાં અત્યાર સુધી 40 લોકોનાં મોત થયા છે અને 100 થી વધારે લોકો ઘાયલ થયા છે,પોલીસ અને અન્ય એજન્સીઓની મદદથી ઘાયલોને જુદી જુદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
ન્યૂઝ એજન્સી એપીના રિપોર્ટ મુજબ એક બારમાં નવા વર્ષની જોરદાર ઉજવણી થઇ રહી હતી ત્યારે જ ભયાનક આગ લાગી હતી, લોકો બચવા માટે આમથી તેમ દોડ્યાં હતા,પરંતુ 40 લોકોનાં ત્યાં સુધીમાં મોત થઇ ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.
દક્ષિણી-પશ્ચિમી સ્વિટ્ઝર્લૅન્ડના વાલિસ કેન્ટનમાં પોલીસ પ્રવક્તા ગેટન લેથિયને જણાવ્યું, કે જે બારમાં આગ લાગી છે તે બાર ઘણો જાણીતો છે અને અહીં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓ આવતા હોય છે. જ્યારે પાર્ટી થઇ રહી હતી ત્યારે અહીં ભયાનક વિસ્ફોટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી.હાલમાં આગ લાગવાનું કારણ પોલીસ અને ફાયર વિભાગ શોધી રહ્યો છે, કોઇ આતંકવાદી હુમલો છે કે કેમ તે દિશામાં પણ તપાસ થઇ રહી છે.