+

રાજ્ય ન્યાયતંત્રમાં મહત્વનું પગલું, 5 ન્યાયાધીશને ફરજિયાત નિવૃત્ત કરાયા, જુઓ લિસ્ટ

ગાંધીનગર: રાજ્યના ન્યાયતંત્ર અંગે મહત્વનું પગલું ભરતા, ગુજરાત સરકારે સોમવારે જાહેર હિતમાં પાંચ ન્યાયાધીશને તાત્કાલિક અસરથી વય અગાઉ (ફરજિયાત) નિવૃત્ત કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટની ભલામણ અનુસાર

ગાંધીનગર: રાજ્યના ન્યાયતંત્ર અંગે મહત્વનું પગલું ભરતા, ગુજરાત સરકારે સોમવારે જાહેર હિતમાં પાંચ ન્યાયાધીશને તાત્કાલિક અસરથી વય અગાઉ (ફરજિયાત) નિવૃત્ત કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટની ભલામણ અનુસાર જારી કરવામાં આવેલા આ આદેશની રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું.

જે ન્યાયાધીશો ને સમય પહેલા નિવૃત્ત કરવામાં આવ્યા છે તેમના નામ નીચે મુજબ છે:

  1. પ્રથમશ વિનોદચંદ્ર શ્રીવાસ્તવ, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ, મોરબી
  2. પ્રશાંત વિનોદરાય જોશી, પ્રિન્સિપલ જજ, ફેમિલી કોર્ટ, મોરબી
  3. મોહમ્મદ ઈલિયાસ ફરીદભાઈ માંડલી, પ્રિન્સિપલ જજ, ફેમિલી કોર્ટ, પોરબંદર
  4. અલીહુસૈન એમ. શેખ, ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, રાજકોટ (ધોરાજી)
  5. કીર્તિકુમાર જયંતિલાલ દરજી, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, અરવલ્લી (મોડાસા)

નોટિફિકેશન મુજબ, આ  ન્યાયાધીશોને નોટિસ પિરિયડના બદલામાં ત્રણ મહિનાના પગાર અને ભથ્થાં ચૂકવવામાં આવશે.

facebook twitter