+

પાટડીમાં PI ના ભાઇના ઘરમાંથી જ જુગારધામ ઝડપાયું, ગાંધીનગરની ટીમે 5 મહિલાઓ સહિત 30ની કરી ધરપકડ

સુરેન્દ્રનગરઃ પાટડીમાં એસીબીના પીઆઇના ભાઈના ઘરમાં જ જુગારધામ ચાલતું હતુ. આ મામલે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં 25 પુરૂષો અને 5

સુરેન્દ્રનગરઃ પાટડીમાં એસીબીના પીઆઇના ભાઈના ઘરમાં જ જુગારધામ ચાલતું હતુ. આ મામલે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં 25 પુરૂષો અને 5 મહિલાઓ સહિત 30 લોકો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

ગાંધીનગરના સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળતા વેલનાથનગરમાં દરોડા પાડ્યાં હતા. જ્યાં એક ઘરમાં મોટા પાયે જુગારધામ ચાલી રહ્યું છે. ACBના PI ના ભાઇ કિરણ ઠાકોરના ઘરે જ આ જુગારધામ ચાલતું હતું. રાત્રે 12 વાગ્યાની આસપાસ દરોડા પાડતા 30 લોકો રંગેહાથ જુગાર રમતા ઝડપાયા હતાં.

દરોડા દરમિયાન પોલીસે મોબાઈલ, બાઈકો અને રોકડ સહિત અંદાજે 6.58 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા બાદ પોલીસે તમામ આરોપી સામે ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના આ દરોડામાં પકડાયેલા 30 જુગારીઓમાં કિરણ ઉર્ફે અલ્પેશ પ્રહલાદભાઈ ઠાકોર, મુકેશ પ્રહલાદભાઈ ઠાકોર, ભરત રમેશભાઈ દેવીપૂજક, રાકેશ ઠાકોર, વાસીમ સિપાઈ (સુરેન્દ્રનગર), મીનાજ ઉસ્માનભાઈ નાયક (પાટડી), અમિત દિલીપભાઈ ખખ્ખર (પાટડી), અસ્લમ શબ્બીરભાઈ સિપાઈ, લાલભા ભીખુભા ઝાલા (ઝીંઝુવાડા), ઝાહીર અબ્બાસ દાવલભાઈ બેલીમ (પાટડી), દેવપાલ રાજુભાઈ ઝાલા (દેત્રોજ), નરેશ મંગાભાઇ ઠાકોર, વખતસિંહ ભરતસિંહ સોલંકી (દેત્રોજ), વિજય મનહરભાઈ ભીલ (પાટડી), નિલેશગિરી વિષ્ણુગીરી ગૌસ્વામી, ભાર્ગવ અમૃતલાલ દેકાવડીયા (પાટડી), રસિક છનાભાઈ દેવીપૂજક, લાલભાઈ છનાભાઈ દેવીપૂજક, મોહસીન ઉર્ફે લારા બાબુભાઇ મંડલી (વિરમગામ), સરફરાઝ ઉર્ફે કાલુ હબીબભાઇ ફકીર (વિરમગામ), રામભાઈ ઉર્ફે વિક્રમ જીવાભાઈ ઠાકોર (પાટડી), અરવિંદસિંહ હરિભા મકવાણા (દેત્રોજ), કિરણ મંગાજી ઠાકોર (કડી), રાજુ પોલાભાઈ દેવીપૂજક (પાટડી), રમેશ રાસંગજી ઠાકોર (માંડલ), ખુશ્બુબેન ઉર્ફે કુસુમબેન અશ્વિનભાઇ પરમાર (વિરમગામ), રમીલાબેન ગોપાલભાઈ ઠાકોર, કાંતાબેન મગનભાઈ પરમાર (વિરમગામ), રમીલાબેન નાગરભાઈ પરમાર (વિરમગામ) અને જલીબેન તારાસંગજી ઠાકોરનો સમાવેશ થાય છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter