અમદાવાદઃ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ સરકાર એકશનમાં છે. પીએમજેએવાય યોજનામાંતી ખ્યાતિ સહિત 7 હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. અમદાવાદની 3, સુરત-વડોદરા-રાજકોટ ની 1-1 તથા ગીર સોમનાથની 1 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે. તેમજ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ડો પ્રશાંત વઝીરાણી અને અન્ય ચાર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
ખ્યાતિ હોસ્પિટલ ગ્રામ્ય વિસ્તારોમાં મફત મેડિકલ કેમ્પ યોજીને દર્દીઓને અમદાવાદ લાવતા હતા.. એટલુ જ નહીં, દર્દીઓની જાણ બહાર સ્ટેન્ટ નાંખીને પીએમજેવાયએ યોજના હેઠળ નાણાં પડાવી લેવાતા હતા, ગામડાઓમાંથી હાર્ટના દર્દીઓ મળી રહે તે માટ ડો.પ્રશાંત વજીરાણી દર મંગળવારે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં વિઝીટીગ ડોક્ટર તરીકે જતાં હતા. આ ખાનગી હોસ્પિટલોમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી માટે ડો.વજીરાણીને નક્કી કરેલી રકમ અપાતી હતી. બાકી પીએમજેવાયએ યોજના હેઠળ હાર્ટની સર્જરી માટે અપાતાં પેકેજનો મોટો હિસ્સો હોસ્પિટલના સંચાલકોના ખિસ્સામાં જતો હતો.
ખ્યાતિ હોસ્પિટલના સીઇઓ ચિરાગ રાજપૂતની પણ આખાય પ્રકરણમાં શંકાસ્પદ ભૂમિકા રહી છે. અગાઉ ચિરાગ રાજપૂત અમદાવાદ શહેરની કેટલીક કોર્પોરેટ હોસ્પિટલમાં સીઇઓ તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. તબીબોનું કહેવુ છેકે, વિવિધ આરોગ્યલક્ષી યોજનાનો કેવી પ્રચાર કરીને હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધારવી અને હોસ્પિટલની આવક વધારવી તેમાં ચિરાગ રાજપૂતની માસ્ટરી રહી છે. બે-ચાર હોસ્પિટલમાંથી નોકરી છોડી ચિરાગ રાજપૂતે ખ્યાતિ હોસ્પિટલમાં સીઇઓ તરીકે સારા પેકેજમાં જોડાયા હતાં.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/