ગુજરાતમાં 13 નકલી ડોક્ટર ઝડપાયા, રૂ. 75 હજારમાં નકલી ડિગ્રી આપવાની આ રમત 2002થી ચાલી રહી હતી

01:40 PM Dec 07, 2024 | gujaratpost

સુરતઃ પોલીસે સુરતના વિવિધ વિસ્તારોમાં નકલી ડીગ્રીઓ બનાવી આપનારા ડો. રશેષ ગુજરાથી અને તેના બે સાગરિતોની ધરપકડ કરી છે. પોલીસે નકલી ડીગ્રીઓ વેચતા ડો.રશેષ ગુજરાથીના ઘરેથી ડોકટરની ડીગ્રીઓના નકલી પ્રમાણપત્રો અને રીન્યુઅલ ફોર્મ કબ્જે કર્યા છે. સુરત પોલીસે 1200થી વધુ નકલી ડિગ્રી બનાવીને વેચનાર રસેષ ગુજરાથીનો પર્દાફાશ કર્યો છે.

પાંડેસરા પોલીસના હાથે ઝડપાયેલા આ એવા લોકો છે કે જેઓ પોતે ડોક્ટર ન હોવા છતાં ડોક્ટર બનીને દવાખાના ચલાવતા હતા અને ત્યાં સારવાર માટે આવતા લોકોને દવાઓ આપીને દર્દીઓના જીવ સાથે રમતા હતા. પાંડેસરા પોલીસ સ્ટેશન છેલ્લા ઘણા સમયથી નકલી તબીબો સામે કાર્યવાહી કરી રહ્યું છે, આ કાર્યવાહીના ભાગરૂપે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને નકલી તબીબોની ધરપકડ કરી છે. જેમની પૂછપરછ અને અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં હતા, આ દરોડામાં પોલીસની સાથે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીની ટીમ પણ હાજર રહી હતી.

આ કાર્યવાહી અંતર્ગત પોલીસે પાંડેસરા તુલસીધામ સોસાયટીમાં કવિતા ક્લિનિક, ઈશ્વર નગર સોસાયટીમાં શ્રેયાન ક્લિનિક, રણછોડ નગરમાં પ્રિન્સ ક્લિનિક પર દરોડા પાડ્યાં હતા. પોલીસે બિહારના શશિકાંત મહંતોની ધરપકડ કરી હતી, બંગાળના સિદ્ધાર્થ દેવનાથ અને પાર્થ દેવનાથના  ક્લિનિકમાંથી રૂ. 55 હજારની કિંમતની ઈલેક્ટ્રો હોમિયોપેથિક દવાઓ, ઈન્જેક્શન, સિરપ અને BEMS ડિગ્રી મળી હતી.

Trending :

પકડાયેલા આ ત્રણેય આરોપીઓની પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આ લોકોને રસેષ વિઠ્ઠલદાસ ગુજરાથીને 75 હજાર રૂપિયામાં ડિગ્રી અને સર્ટિફિકેટ આપ્યાં હતા. આ માહિતીને આધારે પોલીસની ટીમે આરોગ્ય વિભાગની ટીમ સાથે ગુજરાથીના ઘરે દરોડો પાડતા પોલીસે રજીસ્ટ્રેશન ફોર્મ, ડોકટરનું રજીસ્ટર, માર્કશીટ, બીઈએમએસ ડીગ્રી માટેનું અરજીપત્રક સહિતની વસ્તુઓ મળી હતી.

પોલીસે જ્યારે ગુજરાથીની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે તેણે 2002માં સુરતના ગોપીપુર કાનજી મેદાન વિસ્તારમાં ગોવિંદ પ્રભાવ આરોગ્ય સંકુલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. તે પછી તેને સમજાયું કે લોકો ઈલેક્ટ્રો હોમિયોપેથીનો યોગ્ય ત્રણ વર્ષનો કોર્સ કરવામાં રસ લેતા નથી. ઇલેક્ટ્રો હોમિયોપેથીની પ્રેક્ટિસ અને સારવારમાં ઘણી મહેનત સામેલ છે. લોકો ઈલેક્ટ્રો હોમિયોપેથી વિશે પણ જાગૃત નથી જેના કારણે લોકો ઈલેક્ટ્રો હોમિયોપેથીમાં સારવાર માટે આવતા નથી. બાદમાં તેને આ ગોરખધંધા શરૂ કર્યાં હતા.

આ કારણે તેણે ડૉ.બી.કે.રાવત સાથે મળીને પૈસા કમાવવા માટે આ છેતરપિંડી શરૂ કરી હતી. તે કોઈપણ વ્યક્તિને BEMSમાં ભણવા માટે એડમિશન આપતો હતો અને 75 હજારની ફી વસૂલતો હતો અને એક અઠવાડિયામાં તેને BEMS ડિગ્રીની માર્કશીટ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને આઈડી કાર્ડ આપી દેતો હતો. ડીગ્રી આપ્યા બાદ તે નકલી તબીબને કહેતો હતો કે દવાખાનું ચલાવવામાં કોઈ સમસ્યા હોય તો તેઓ મદદ કરશે અને ઈમરજન્સીના સમયે સંસ્થાના મોબાઈલ નંબર પર મારો સંપર્ક કરી શકે છે. આ બધું 2002 થી ચાલુ છે.

સુરત પોલીસે ડિગ્રીને નકલી સાબિત કરવા માટે આ લોકો ડિગ્રીની સારી ડિઝાઈન બનાવીને ડો.બી.કે. રાવત અને બોર્ડનું સ્ટીકર લગાવતા હતા. અમદાવાદના ડોક્ટર બી.કે. રાવતે એક વેબસાઇટ પણ બનાવી હતી જેમાં તે BEMS ના ડિગ્રી પ્રમાણપત્રો ધરાવતા નકલી ડોકટરોની નોંધણી કરતો હતો. જેના કારણે તેમની ડિગ્રી નકલી હોવાની માહિતી મળી શકી ન હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++