+

ઉપદેશ રાણા કો કુત્તે કી મોત મારના હૈ...સુરતના મૌલાનાએ અનેક હિન્દુ નેતાઓની હત્યાના કર્યાં હતા ષડયંત્રો, પાકિસ્તાન કનેક્શન પણ આવ્યું સામે

મૌલાના દેશવિરોધી પ્રવૃતિઓમાં સામેલ હોવાના પુરાવા મળ્યાં ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે ઉંડી તપાસ, મૌલાના 10 દિવસના રિમાન્ડ પર સુરતઃ કામરેજના કઠોર ગામના મૌલાના અબુબકર ટીમોલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

મૌલાના દેશવિરોધી પ્રવૃતિઓમાં સામેલ હોવાના પુરાવા મળ્યાં

ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે ઉંડી તપાસ, મૌલાના 10 દિવસના રિમાન્ડ પર

સુરતઃ કામરેજના કઠોર ગામના મૌલાના અબુબકર ટીમોલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે, તે દેશ વિરોધી અનેક પ્રવૃતિઓમાં સામેલ હોવાના પુરાવા મળ્યાં છે, આ કટ્ટરવાદીએ સુરતના સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપદેશ રાણાને કમલેશ તિવારીની જેમ મારી નાખવાની ધમકીઓ આપી હતી. હિન્દુત્વનો ચહેરો એવા હૈદરાબાદના ધારાસભ્ય રાજાસિંગ, સુદર્શન ન્યૂઝ ચેનલના એડીટર ઈન ચીફ સુરેશ ચવ્હાણ અને ભાજપના પૂર્વ નેતા નૂપુર શર્માને મારી નાખવા તેણે પાકિસ્તાનના ડોગર અને નેપાળના શેહનાઝ સાથે મળીને ષડયંત્ર રચ્યું હતુ.

- કટ્ટરવાદી મૌલવી અબુબકર ટીમોલ પોલીસ સકંજામાં
- અનેક પુરાવા પોલીસને હાથ લાગ્યા
- પાકિસ્તાનના ડોગર, નેપાળના શેહનાઝ સાથે સંપર્કમાં હતો

ક્રાઈમ બ્રાન્ચે ચોકબજાર ભરીમાતા ફૂલવાડી ખાડી રોડ પર આવેલા આઈકરા એપાર્ટમેન્ટ પાસેથી સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર ટીમોલને ઝડપી લીધો હતો. આ મૌલાના મદ્રેસામાં પણ ટ્યૂશન કરાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસને તેની પાસેથી ફોન મળી આવ્યો છે, જે નંબર વિદેશી હોવાનું સામે આવ્યું છે.

પાકિસ્તાનના ડોગર અને નેપાળના શેહનાઝ ઉપરાંત પાકિસ્તાન, વિયેતનામ, ઇન્ડોનેશિયા, કઝાકીસ્તાન, લાઓસના ઘણા લોકો સાથે સંપર્કમાં હતો, ગ્રુપોમાં ભારતનો રાષ્ટ્રધ્વજ, હિન્દુ દેવી દેવતાઓ અને હિન્દુ ધર્મ પર વિવાદીત ટિપ્પણી પણ કરતો હતો. ઉપદેશ રાણાનો ફોટો ગ્રુપમાં મોકલીને તેને કુત્તે કી મોત મારવાનો છે, તેમ લખ્યું હતુ.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સોહેલ તપાસ એજન્સીઓથી બચવા લુડો જેવી ગેમ મારફતે દેશ વિરોધી તત્વોના સંપર્કમાં હતો. તેને વિદેશી ફંડ મેળવ્યું છે કે કેમ અને તેને અન્ય કયા દેશવિરોધી કામો કર્યાં છે તે મામલે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter