મિતુલ ત્રિવેદી તો નીકળ્યો ફ્રોડ, ચંદ્રયાન-3 ની ડિઝાઇન તૈયાર કર્યાનો દાવો નીકળ્યો ખોટો-પોલીસે કરી ધરપકડ

07:30 PM Aug 29, 2023 | gujaratpost

સુરતઃ ચંદ્રયાન-3 ની ડિઝાઇન મેં તૈયાર કરી છે તેવું જુઠ્ઠાણું ફેલાવીને પોતાના શિક્ષક સાથેની ઓડિયો ક્લિપ વાઇરલ કરનારો મિતુલ ત્રિવેદી ફ્રોડ છે, સુરત ક્રાઇમ બ્રાન્ચે આજે તેની ધરપકડ કરી છે, મીડિયામાં ચમક્યાં પછી પોલીસે તપાસ કરી તો મિતુલ ત્રિવેદી માત્ર એક ટ્યૂશન શિક્ષક હોવાનું જાણવા મળ્યું છે.

ઇસરોએ પણ કહ્યું કે આવો કોઇ વ્યક્તિ તેમની ટીમમાં નથી. ત્યાર બાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી અને તેનું જુઠ્ઠાણું પકડાઇ જતા તેની ધરપકડ કરવામાં આવી છે. સુરત એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલે પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કર્યો છે કે મિતુલ ત્રિવેદી ઇસરોમાં નથી અને તેને કોઇ ડિઝાઇન પણ તૈયાર નથી કરી. તેને એમકોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને તે ટ્યૂશન ક્લાસિસ ચલાવે છે, તેને કદાચ વધારે વિદ્યાર્થીઓ ટ્યૂશનમાં આવે તે માટે આ ગેમ ગોઠવી હતી.

મીડિયામાં ખોટા ઇન્ટરવ્યું આપીને લોકોને ગેરમાર્ગે દોરનારા મિતુલ સામે પોલીસે આઇપીસીની કલમ 468, 471, 419, 420 હેઠળ ફરિયાદ દાખલ કરી હતી અને તેને પોલીસ સ્ટેશને પૂછપરછ માટે બોલાવ્યાં બાદ ધરપકડ કરવામાં આવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post