+

સુરતના તત્કાલિન ટાઉન પ્લાનર કૈલાશ ભોયાની ધરપકડ, આવક કરતા વધુ સંપત્તિના કેસમાં ACBએ ગુનો દાખલ કર્યો

સુરતઃ તત્કાલિન ટાઉન પ્લાનર કૈલાશ લાહનાભાઈ ભોયાની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે વડોદરા ACB દ્વારા ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કૈલાશ લાહનાભાઈ ભોયા સામે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપોના પગલે A

સુરતઃ તત્કાલિન ટાઉન પ્લાનર કૈલાશ લાહનાભાઈ ભોયાની ધરપકડ કરવામાં આવી છે. તેમની સામે વડોદરા ACB દ્વારા ભ્રષ્ટાચારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કૈલાશ લાહનાભાઈ ભોયા સામે ભ્રષ્ટાચારના અનેક આક્ષેપોના પગલે ACB વડોદરાએ મિલકતો અંગે તપાસ હાથ ધરી હતી.

વડોદરા એસીબી દ્વારા તારીખ 1 એપ્રિલ 2012થી 31 માર્ચ 2020 સુધીના સમયગાળા દરમિયાન કૈલાશ ભોયાની મિલકતોના પુરાવા તેમજ બેંક ખાતાની વિગતો મેળવીને ઊંડી તપાસ હાથ ધરાઇ હતી.

કૈલાશ ભોયાની કાયદેસરની કુલ આવક 2.75 કરોડ હતી, જેની સામે તેમને પોતાના અને પરિવારજનોના નામે કુલ રોકાણ અને ખર્ચ 4.33 કરોડનો કર્યો હતો. આમ આવક કરતા રૂ.1.75 કરોડની વધુ સંપત્તિ હોવાનું બહાર આવ્યું હતું.

2010 થી 2016 સુધી વડોદરામાં ફરજ બજાવી ચૂકેલા કૈલાશ ભોયાએ 56.7 ટકા વધુ મિલકતો ભ્રષ્ટાચારથી વસાવી હોવાનું બહાર આવતા આવક કરતા વધુ મિલકતના ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો છે.

ભોયાને ટાઉન પ્લાનરની સાથે વડોદરા કોર્પોરેશનમાં ડ્રાફ્ટ ટીપી તૈયાર કરવાનો જે તે સમયે ચાર્જ અપાયો હતો. ત્યારે પણ વડસર અને કલાલીમાં ડ્રાફ્ટ ટીપીમાં ગેરરીતી થઇ હોવાના આક્ષેપો થયા હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Trending :
facebook twitter